________________ એકાદશ પરિ છે. ( 137 ) - રાજકુમાર કુલપતિની પાસે આવી, વિનયપૂર્વક પ્રણામ કરી પૃથ્વીતળ ઉપર બેઠે એટલે ખૂદ કુળપતિએ જ પ્રશ્ન કર્યો " ભદ્ર! તમારા પિતાનું શું નામ છે? તમે પિતે કયા નામથી - ઓળખાય છે. અને અત્યારે તમે ક્યાંથી આવી ચડ્યા છે?” રાજકુમારે જવાબ આપેઃ “સિદ્ધાર્થપુરના સુગ્રીવ રાજાને પુત્ર હું-સુરથકુમાર છું. મારી માતાનું નામ કનકાવતી છે. મારા માતાપિતાને હું બહુ જ હાલે હોવાથી તેમણે મારા મોટા ભાઈ સુપ્રતિષ્ઠને અનાદરપૂર્વક રાજ્યમાંથી કાઢી મૂક્યા અને મને યુવરાજ ની. ક્ષયના વ્યાધિને લીધે મારા પિતા સ્વર્ગ વાસ પામ્યા. મંત્રીવળે રાજા તરિકે મારો અભિષેક કર્યો. બીજી તરફ મારા ઓરમાન ભાઈ સુપ્રતિષ્ઠને કેઈ એક વિદ્યાધરનો પરિચય થયે. વિદ્યારે સુપ્રતિષની સેવાસુશ્રુષાથી પ્રસન્ન થઈ તેને નભેગામિની વિદ્યા શીખવી. વિદ્યાસિદ્ધના પ્રતાપે સુપ્રતિષ્ઠ મારી ઉપર આક્રમણ કરી મારું રાજ્ય પડાવી લીધું. હું મારી માતાની સાથે ત્યાંથી નાસી છૂટ્યો અને ચંપાનગરીમાં, મારી માતાના પતા શ્રી કીર્તિધર્મ રાજાના આશરે જઈ રહ્યો. તેમણે મને પોતાના રાજ્યના સીમાડાનાં લગભગ એક હજાર ગામ આવ્યાં. એ રાજ્યમાં મારી માતા સાથે હું શાંતિથી રહેવા લાગ્યું. છે એટલામાં એક દિવસે સાંભળ્યું કે વણિક વ્યાપારીઓને એક મેટ સંઘ અટવીમાં થઈને જાય છે. સંઘ ખૂબ વૈભવસ પન્ન હતા. મારા અનુચરોએ સંઘ લૂંટ્યો અને એમની પાસે જે કેટલાક ઉત્તમ અ હતા તે બધા તેમણે મારી પાસે રજુ કર્યા. અની પરીક્ષા કરવા આજે એક ઘેડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust