________________ ( 128) સતી સુરસુંદરી. મગરમચ્છ ઉછળતા હતા અને એને લીધે પાણીનાં મેજ ઉંચે ચલ પાછો નીચે પછડાતાં હતાં. ખીલેલાં કમળ ઉપર, મકરંદ–રસના પાનથી ઉન્મત્ત બનેલી ભ્રમરીઓ ગુંજાર કરી રહી હતી. સારસ પંખીની પંક્તિઓ કાંઠા ઉપર કલોલ - કરતી હતી. હાથીના પડવાથી આ બધાં પ્રાણીઓ એકદમ ચમક્યાં. તે તે પિતાના દેહના ભારને લીધે તત્કાળ સરોવરન તળીયે જઈ પહોંચે. દિવ્યમણિના પ્રતાપે હું પાણી ઉપર જ રહી. એટલામાં એક પાટીયું તણાતું મારા જેવામાં આવ્યું. એના આધારે હું કાંઠે આવી. ના કાંઠે આવ્યા પછી ક્યાં જવું એ ન સૂઝયું. મારું દિલ ભયંકર એકાંત જોઈ ધ્રુજી ઉઠયું. મને વિચાર થયો કે એક ઈશારે થતાં જેની સેવામાં સેંકડો દાસ-દાસીઓ હાજર થાય એવી હું પટ્ટરાણું દેવના દેશે કેટલી નિરાધાર અથવા અનાથ બની છું? મારે એ વખત પણ હતો અને આજે આ વખત છે ! ખરેખર પામર મનુષ્ય ભલે ઉંચામાં ઉંચા પહાડની ટોચ ઉપર જઈ વસે કે સમુદ્ર વીંધી પાતાલમાં નિવાસ કરે પરન્તુ વિધિના લખેલા લેખ કોઈ દિવસ મિસ્યા નથી થતા. સ્વાભાવિક રીતે જ એ અવસ્થામાં મારાથી હોટેથી રોવાઈ ગયું. એ રૂદન-સ્વર સાંભળી એક યુવાન, અટવીની અંદરથી મારી તરફ આવ્યો. એ વખતે તે એક સુંદર અશ્વ ઉપર વિરાજ જે હતો અને તેની સાથે બીજા પણ કેટલાક માણસો હતા મને દૂરથી જોતાં જ એની આંખમાં વિસ્મય પ્રકટયું. એ અશ્વ ઉપરથી નીચે ઉતર્યો અને મારા પગમાં વિનયપૂર્વક નમા કહેવા લાગ્યો-“ હેન! તમે મને ઓળખે છે ? મારું નામ શ્રીદત્ત છે. " કહેવા લાગ્યા પ્રક. એ અશ્વ અને મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust