________________ દશમ પરિચ્છેદ. ( 123 ). ચિત્ર દ્વારા પ્રથમ પરિચય કરાવ્યું હતું અને સુમતિના પ્રતાપે જ તણાનિ મહારાણું તરીકે મેળવવા ભાગ્યશાળી થયા હતા.' મહારાજાએ સમ્મતિ આપી એટલે સુમતિ વિનયપૂર્વક - રાજાને પ્રણામ કરી પિતાને ચગ્ય આસને બેઠે. મહારાજાને આ સુમતિ નૈમિત્તિકને વિષે પૂરી શ્રદ્ધા હતી. તેમણે પ્રારભમાં જ પ્રશ્ન કર્યો - કમલાવતી દેવી જીવે છે કે નહી ? " - “હે પૃથ્વીપતિ ! કમળાવતી હૈયાત છે. શરીરે સંપૂર્ણ સાહસલામત-ક્ષેમકૂશળ છે અને તે પિતાના બંધુવર્ગને મળી ગઈ છે. આપે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.” સુમcએ પોતાના જ્ઞાનનો ઉપગ મૂકી યથાર્થ હકીકત કહી. તો * પણ હવે મને એ કયારે મળશે ? એના ગર્ભની શી * સ્થિતિ છે?” રાજાએ બીજો પ્રશ્ન મૂા. દેવી હમણા તમને નહીં મળે. જ્યારે સ્વપ્નમાં બહુ મ સ્થાને રહેલી પુષ્પમાળાને ગ્રહણ કરશે ત્યારે તમારે સમાગમ સંભવિત બનશે. બાકી દેવીને પુત્ર જન્મશે કે તરત જ 1 તના માતાથી વિખટે પડશે. આ સિવાય મ્હારૂં નિમિત્તશાસ્ત્ર વધુ ખુલાસે કરી શકે એમ નથી.” મહારાજા ફરી ફરીને આગ્રહપૂર્વક પૂછવા લાગ્યા કે " ઉંરણું થયા પછી તે જીવશે કે નહી? જીવશે તે કયાં રહીને મોટે થશે? મને તે મળશે કે નહી ? " “એ બધું તે હું નથી જાણતો. એટલું જાણું છું કે તમારા પુત્ર બહુ સમય સુધી જીવશે, અને જ્યારે કુસુમાકર ઉદ્યાનમાં આકાશમાંથી એક કન્યા પડશે ત્યારે એ પુત્રની સાથે તમારા. મેળાપ થશે.” સુમતિએ ઉપસંહાર કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust