________________ .. - દશમ પરિચ્છેદ. ( 115) છે છતાં કદાચિત્ ચલાયમાન થાય, કમળનું જીવન પાણીમાં જ છે–પાણીમાં જ ઉછરે છે અને વધે છે છતાં કદાચ આકાશ જેવા આધારવિનાનાં સ્થાનમાં ઉગે, સમુદ્ર પોતાની મર્યાદા મૂકતા નથી છતાં કદાચ તે પણ આઘો-પાછો ચાલ્યા જાય; પરન્તુ જ્ઞાનીપુરૂષનું–કેવળી ભગવાનનું વચન તે કોઈ કાળે પણ અન્યથા થતું નથી. એ ઉપરથી પૂર્વભવને વૈરી દેવ બાળકનું હરણ કરશે અને વિદ્યાધરને ત્યાં રહી સર્વ વિદ્યાઓ સાધી આખરે તો પિતાની માતાને જ મળશે એ નિશંક વાત છે. સ્વપ્નની અંદર દેવીએ માળાવડે કળશનું પૂજન કર્યું હતું તે ઉપરથી હું માનું છું કે કઈ ઈચ્છિત કન્યાદાન આપી શકશે. બાકી સ્વપ્ન વિષે એથી અધિક વિવેચન કરવાની મારી શક્તિ નથી.” --- ધનદેવનાં સ્વાનુભવ, સૂક્ષ્મ દ્રષ્ટિ અને તેની નિરહંકાર વાણીએ સભાજને ઉપર જાદૂઈ અસર કરી. - સ્વપ્નવેદી બ્રાહ્મણ પંડિતેના મુખમાંથી પણ આશ્ચર્યના ઉદ્દગાર સરી પડયા -" આ ધનદેવ વણિક પુત્ર હોવા છતાં કેટલું અપૂર્વ કૌશળ અને વિરત્વ ધરાવે છે?” " અમારે તે શાસ્ત્રપાઠ એ ધંધે જ છે” એક બીજા બ્રાહ્મણ પંડિતે પૂર્તિ કરતાં કહ્યું “અને અમે તે ઉંઘમાં પણ શાસ્ત્રના અર્થ કરીએ, છતાં આ શ્રેષ્ઠિપુત્રના બુદ્ધિબળ પાસે તે અમે કંઈ બીસાતમાં નથી.” શાસ્ત્રીઓએ ધનદેવને નિર્ણય મંજુર રાખે. શાસ્ત્ર અને અનુભવને પણ એ બરાબર બંધબેસતે જ છે એમ સૌએ મુક્તકંઠે સ્વીકાર્યું. સભા વિસર્જન થઈ મંત્રી, અમા, સામતે પિતતાનાં - સ્થાને ગયા. .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust