________________ નવમ પરિચછેદ. ( 103 ) રમણીય પલ્લીની ઉજજડતા અને પાયમાલી જઈ ધનદેવ ઘણે જ નિરાશ થઈ ગયે. સુપ્રતિષ્ઠને સંભારી તે અત્યંત સંતાપ અનુભવવા લાગ્યું. ઘકિમાં સુપ્રતિષની સજજનતાને યાદ કરે, ઘકમાં દેવની કુટીલતા તરફ રેષ દાખવે તે ઘડક પછી કનકપતીની નીચતા સંભારી નિશ્વાસ નાખે. “સુપ્રતિષ્ઠનું શું થયું હશે?” એ વિચારે ધનદેવને પીછે ન છોડયે “કનકવતીએ સુપ્રતિષ્ઠ જેવા સરલ માણસને આ પ્રમાણે શા સારૂ પજવ્યું હશે ? એને આ પલ્લીના માણસોને સંહાર વાળતાં કંઈ જ દયા નહીં આવી હોય? પણ આ આખી ઘટનામાં કે એક વ્યક્તિને દેષ દે નકામો છે. વિધિની લીલા પાસે માણસનું શું ચાલે? બુદ્ધિમાન માણસે પણ ભૂલે તે પછી કનકવતીનું તે શું ગજું? આવા વિચાર કરતાં ધનદેવ હસ્તિનાપુર તરફ ચાલ્યો. “ખરેખર જ શું સુપ્રતિષ્ઠા મૃત્યુ પામ્યો હશે ? " એ પ્રશ્નને ખરો ખુલાસો તે મેળવી શકશે નહી. હસ્તિનાપુરમાં માતાપિતાએ, મિત્રએ અને સગાસનેહીઓએ ધનદેવનું બહુ સારું સ્વાગત કર્યું. મેટી ધામધૂમ સાથે સુમુહુ ધનદેવ અને શ્રીકાંતાને નગર–પ્રવેશ કરાવ્યું. કાંતા અને કમલાવતી દેવી વચ્ચે ન્હાનપણથી જ મૈત્રી હતી એ વાત વાચકે જાણે છે. કમલાવતી અને કાંતાએ બન્નેએ કુશાગ્રપુરની ભૂમિમાં જ પોતાના બાળપણના દિવસે વીતાવ્યા હતા. હસ્તિનાપુરમાં આવ્યા પછી કાંતાને કુદરતી રીતે જ પોતાની વ્હાલી સખીનું સ્મરણ થયું. તે કમલાવતી રાણીને મળવા રાજપ્રાસાદમાં ગઈ. નિર્મળ સ્નેહના સંસ્કારો કાળના પ્રવાહ વચ્ચે પણ કદિ ભૂંસાતા નથી. કમલાવતીએ પોતાની બહેનપણીને તરતજ ઓળખી લીધી અને તેને બહુમાન સાથે પોતાની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust