________________ નવમ પરિચ્છેદ. ( 7 ) : " એક સ્ત્રીના મોહને લીધે તમે કેટલું દુ:ખ પામે છે? અને આવાં સંગ-વિયેગનાં દુઃખ તે કેણ જાણે આ જીવે સંસારમાં કેટલીયે વાર અનુભવ્યાં હશે ? પૂર્વભવમાં પણ તમે ચરિત્ર ગ્રહણ કર્યા પછી રાગદશાને સંપૂર્ણ ત્યાગ કરી શકયા નહીં, અને આજે પણ એ જ રાગદશા તમને રેવરાવી રહી છે.” એ રીતે વિદ્યપ્રભ આગળ બોલવા જતા હતા તેટલામાં જ ચિત્રવેગની જમણી આંખ ફરકી. તે બોલી ઉઠયે “સુરત્તમ! તમારૂં કહેવું મને બરાબર સમજાય છે. મારે રાગબુદ્ધિને ત્યાગ કરવું જોઈએ, અને એમ કરૂં તે જ હું સ્વસ્થપણે જીવી શકું એ વિષે મને મુદ્દલ શંકા નથી. પરંતુ આટલા ગંભીર દુઃખને સમયે પણ મારું જમણું નેત્ર કાં ફરક્યું? અને તમે પણ જાણે કે મનમાં , ઉડે ઉડે હસી રહ્યા છે એમ મને કેમ લાગે છે?” વિદ્યુપ્રભ પિતાના હાસ્યને છુપાવી શકે નહીં. તેનાથી ખડખડાટ હસી જવાયું. હસતાં હસતાં વિદ્યુપ્રભે ચિત્રવેગનો પાછળ જોયું અને અકસ્માત્ ચિત્રવેગની દ્રષ્ટિ પણ ત્યાં જ વળી. જોયું તે સર્વાને અલંકારવતી સુસજિજત કનકમાળા ઉભી હતી. શું ખરેખર જ આ કનકમાળા છે? નભે વાહન જેને હરી ગયે હતું અને પરિજનોએ જેને સ્મશાનમાં ચિતામાં સુવા બાળી મૂકી હતી તે જ આ કનકમાળા છે? કે આ કેઈ દેવતાઈ ઈન્દ્રજાળ છે? સુરત્તમ, મારી દુરવસ્થાની હાંસી ન કરશે. જે સત્ય હકીકત હોય તે જ કહે.” વિદ્યુપ્રત્યે કહ્યું: “હે સુભગ ! ખરેખર એ કનકમાળા જ છે. હું જ તેને અહીં સુધી લઈ આવ્યો છું પણ તમે હમણાં જ કહ્યું હતું કે એના દેહને તે ચિતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust