________________ A. ચતુર્થ પરિચ્છેદ. " ( 35 ) કન્યા વચન પ્રમાણે ન આપે તે મોટી ખુવારી થયા વિના ન રહે. કન્યા પિતે, કન્યાની માતા અને કન્યાનું હૃદય સમજનારી બધી સખીઓ એક તરફ છે અને એનો પિતા-અમિતગતિ બીજી તરફ છે. આવા પ્રસંગે પુરૂષનું જ ધાર્યું થાય છે એ કેણ નથી જાણતું ?" સોમલતાએ સંકટની રૂપરેખા દર્શાવી. - અમિતગત જેવા પિતાઓ તરફ મને ધિક્કાર છૂટ. વિદ્યાધરને ચક્રવતી બનવાનો હોય તેને પોતાની કન્યા આપવાને પિતામાત્રને લેભ થાય એ સ્વાભાવિક છે; પણ નવાહન જ ચક્રવત્તી થશે અને બીજે કઈ નહીં થાય એમ કેઈએ શા સારૂ માની લેવું જોઈએ? અને લગ્નગાંઠમાં શું નેહ-પ્રીતિ કે અંતરના આકર્ષણને કંઈ જ સ્થાન નથી ? હારનો વૈભવ, સત્તા કે અધિકાર એ જ શું સર્વસ્વ છે? આ પ્રકારના વિચારે મારા મનને મુંઝવી રહ્યા. હું નિરૂપાય હતે. લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. છેડે પણ સમય મળી શકે છે તે આ આફતમાંથી બચવાને કઈ પણ માર્ગ શોધી લેત. કનકમાળા ને હું : એક ક્ષણને માટે મળ્યાં હોત તે પણ માર્ગ મળી આવત; પરંતુ ભાગ્યના બધા બારીબારણાં બંધ થઈ ગયાં હોય અને ક્રૂર દેવ અમારી દુર્દશા ઉપર ઉભું ઉભું હસતું હોય એમ | મને લાગ્યું. આ બધો વખત કનકમાળા પિતે શું કરતી હતી તે જાણવાની ઈચ્છા થઈ; પણ મારી જીભ ન ઉપી. સોમલતા પણ વાર રેકાઈ ચાલી ગઈ. તે પછી મને જે સંવાદ મળતા રહ્યા તે પરથી મારી શંકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust