________________ થઇ પરિચછેદ ( 15 ) આપણને બનેને આપઘાતના પાપમાંથી બચાવનાર અને આ સરસ સંગ સાધી આપનાર આ મહા મિત્ર જ છે. તારાં વસ્ત્રો પહેરી એ કનકમાળા તરીકે ઘેર જશે અને આપણું આ કપટ બનશે ત્યાં સુધી ખુલ્લું થવા નહીં દે, માટે વિલંબ નહીં કરતાં તમારાં વસ્ત્રો ને અલંકારો એને આપી દે.” મેં કહ્યું. - બુદ્ધિમતી કનકમાળા તરત જ આખી વાત સમજી ગઈ. ચિત્રગતિ પણ એક કુશળ નટરાજને શોભે એવી છટાથી સ્ત્રીનાં વસ્ત્રાલંકારે પહેરી, અમને મદનમંદિરમાં એકલા મૂકી, શિબિકામાં બેસી–સખીવૃંદની સાથે રવાના થઈ ગયે. તે જ રાત્રિએ, કામદેવની સાક્ષીએ ગંધર્વવિધિથી અમે ' લગ્ન કર્યા. નવાહનને શિકાર ઝુંટવી લેવાય છે એમ જ્યારે તે જાણશે ત્યારે તે ઉભે ઉભે સળગી ઉઠશે અને અમે બન્ને જણું તેના કપરૂપી હતાશમાં હોમાશું એ વિષે અમે પૂરેપૂરા સાવચેત હતાં. પણ હવે ડરવું નકામું હતું; સવાર થતાં જ અમારે અહીંથી નાસી છૂટવું એ નિશ્ચય કર્યો. અમારા લગ્નની એ પહેલી રાત ક્ષણમાત્રમાં પસાર થઈ ગઈ. પ્રાતઃકાળને સૂર્ય પૂર્વ દિશામાં પ્રકટ થયા. હું કનકમાળાની સાથે જેટલે દૂર જઈ શકાય તેટલે દૂર નાસી છૂટવા કટિબદ્ધ થયે. આ ફરતાં-ફરતાં, હે સુપ્રતિષ્ઠિત અમે આ અરણ્યમાં આવી ચડ્યાં. કનકમાળાનો કંઠ તરસને લીધે શેષાતે હતો એટલામાં અહીં નિર્મળ ઝરણું નજરે ચડયું. શાંતિથી જળપાન કરી અમે આ વનઘટાની શીતળ છાયામાં બેઠાં હતાં ત્યાં નીચેના શબ્દો અમારા કાને પડ્યા–“સુંદરી, હવે તારું શરીર સ્વસ્થ થઈ ગયું હોય એમ જણાય છે. હવે આપણે એક ક્ષણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust