________________ સપ્તમ પરિચછેદ (65) | મળવાથી રથ તે ભાંગીને ભૂકકો થઈ ગયે અને મને પણ B મૂછો આવી ગઈ. મૂછ દરમ્યાન શું શું બન્યું તેનું મને કંઈ જ ભાન ન રહ્યું, પરંતુ મેં જ્યારે પહેલવહેલી આંખ - ઉઘાડ આસપાસ જોયું ત્યારે તમને એક વસ્ત્રના છેડાવતી, મારા દેહ ઉપર વાયુ ઢળતા નીહાળ્યા. એ વખતે શોક, ભય ને દુઃખના વાતાવરણમાં પણ મારા હૃદયને વિષે મને કેટલે આનંદ વ્યાપી રહ્યો હશે તે મારા સિવાય બીજું કઈ ભાગ્યે જ સમજી શકે. એક તે કેવળી ભગવાને કહેલી વાત મારા મનમાં રમણીય મુંઝવણ ઉપજાવી રહી હતી. વળી પૂર્વભવના સ્વામીને જોતાં જ મારી દષ્ટિમાં પ્રફુલ્લતા ઉભરાઈ નીકળી. જેના દર્શન માત્રથી આટલે આનંદ ઉપજે તે જરૂર પૂર્વને કઈ રાગી હવે જોઈએ એમ મેં મારા મનની અંદર નિશ્ચય કરી લીધો. મૂરછમાંથી જાગ્યા પછી પણ હું અલૌકિક સૃષ્ટિના સુખસ્વમ જોઈ રહી હતી એટલામાં જ મારી ધાવમાતા ત્યાં આવી પહોંચી. મારા પગ ઉપડતા ન હતા, છતાં ધાવમાતાના આગ્રહથી - તેની સાથે મારે જવું પડયું. કેટલીયવાર સુધી હું મારી દષ્ટિને પાછી વાળી શકી નહીં, પણ મને એક વાતને સંતોષ રહી ગયા. જતાં જતાં મેં એમની મુદ્રિકા મહારી આંગળીમાં પહેરાવી દીધી હતી. - ધારિણે આ હકીકત જાણતી હતી તેથી તેણીએ મારા ,, 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust