________________ ( 88) સતી સુરસુંદરી. એના જવાબમાં કેવળી ભગવાને પિતાનાં પૂર્વ જન્મને ઈતિહાસ કહ્યો ધાતકીખંડને વિષે, વિદેહક્ષેત્રમાં, ચંપાનગરીમાં પધરાજ રાજ્ય કરતો હતો. તેને એક ભાઈ હતું તેનું નામ સમર કેતુ. આ બન્ને ભાઈઓને જિનેંદ્ર ભગવાનનાં વચનેમાં ખૂબ શ્રદ્ધા હતી. બન્ને ધર્મપરાયણ અને નીતિમાન હતા. પદ્મરાજા અને સમરકેતુની રાજસભામાં એક દિવસે કપિલ નામનો નાસ્તિક આવી ચડ્યો. તેણે જીવ, પુણ્ય, પાપ કે મોક્ષ જેવી કઈ વસ્તુ નથી એમ કહેવા માંડયું. સમરકેતુઓ એની એકે એક યુક્તિ તે નાખી. કપલના હાં ઉપર શરમની કાળી મેંશ ફરી વળી. સભાજનેએ પણ તેને તિરસ્કાર કર્યો. - કપિલ એ વખતે તે ક્રોધને પી ગયે, પણ લાગ જોઈને સમરકેતુનું ખૂન કરવા મ્હાર પડયો. એક વાર હાથમાં ખડગ લઈ સમરકેતુ ઉપર હુમલે કરવા જતું હતું ત્યાં જ રાજપુરૂષોએ તેને પકડી પાડશે. સમરકેતુ પાસે કપિલને ઉભું કરવામાં આવ્યું. શાસ્ત્રાર્થમાં પરાજય પામેલે માણસ પાપનાં કેવાં ઉંડા કાદવમાં ખુંતી જાય છે ? સમરકેતુને કપિલ ઉપર દયાભાવ ફુર્યો. તેણે કહ્યું આજે તે હું તને કંઈ સજા નથી કરતે પણ એટલું કહું છું કે તારે આ રાજ્યની હદમાંથી નીકળી જવું " શરમ, ક્રોધ અને ઈર્ષાને લીધે જેનો આખે દેહ વિકૃત બની ગયો છે એ કપિલ રાજ્યની હદ છેડી, ભિલ્લ લેકેના એક વસતિસ્થાનમાં ભરાઈ ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust