________________ અષ્ટમ પરિચછેદ. ( 75 ) પીડા હું મારી આંખેથી શી રીતે જોઈ શકીશ? " કનકમાળા કરગરીને કહેવા લાગી. ભય જાણ્યા પછી વધુ ચિંતા કરવી નકામી છે. આપણી પાસે દિવ્ય મણિ છે. એના પ્રભાવથી પરિણામે આપણું સારું જ થશે. તું હવે ખેદ કરવે મૂકી દે. જે થાય તે જોયા કર. - ચિત્રવેગે આશ્વાસન આપ્યું. કનકમાળાની નિર્દોષ આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. એ પશ્ચાત્તાપ કરવા લાગીઃ “નાથ ! હું જ તમારા દુઃખના નિમિનરૂપ થઈ પી. વાંસનું ફળ જેમ વાંસનો નાશ કરે છે તેમ મેં તમને આ આફતમાં હડસેલ્યા. મારા જેવી અભાગિની, પાપિણી બીજી કઈ સ્ત્રી આ જગતમાં નહીં હોય!” : “એમ વલેપાત કરવાથી હવે શું વળશે ? સાહસ કર્યું ન હોય એનું પરિણામ પ્રાણીમાત્રે ભગવે જ છૂટક. હે પિતે નીતિમાર્ગનું ઉલ્લંઘન કર્યું, રાજવિરૂદ્ધ સાહસ કર્યું એને બદલે જે કંઈ મળે તે મારે વેઠી લેવું જોઈએ; છતાં જે દેવ અનુકૂળ હશે તે આપત્તિ પણ સંપત્તિરૂપ બની જશે. પૂર્વોપાર્જિત પુણ્ય બાકી હશે તે દુશ્મનના દાવ પણ વ્યર્થ બનશે.” ચિત્ર-. વેગે બહુ બહુ રીતે કનકમાળાને સમજાવી. એટલામાં નવાહન ભેટભેટો થઈ ગયો. એના શ્વાસમાં - ક્રોધની શીખાને ભાસ થતું હતું. વે રૂંવે વેરને અગ્નિ સળગી રહ્યો હતો. આવતાંની સાથે જ ચિત્રવેગ સામે એક ફૂર દ્રષ્ટિપાત કરી કહેવા લાગે -" અરે પામર ! હવે તું કયાં છટકવાને હતે? તે કેની સામે આ વેર ખેડયું છે તેનું તને કંઈ ભાન છે? આજે કસાઈના રસોડામાં ગએલાં સસલા જેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust