________________ પંચમ પરિચ્છેદ. ( 49 ) સુંદર રસ્તાઓ ને અટ્ટાલિકાઓ બધી માણસના અભાવે શૂન્યવત્ ઉભી હતી. નગરલક્ષ્મી પોતે જાણે કોઈ અકળ કારણે નગરને ત્યાગ કરી ગઈ હોય એમ લાગ્યું. માણસની ગેરહાજરીમાં નગર પણ અરણ્ય જેવું બની ગયું હતું. દૂરથી એક માણસ મારી સામે આવતો જણાય. તેણે ખુલાસો કર્યો કેઃ " કનકપ્રભની જ રાજ્યસત્તા અહીં ચાલતી, પણ તે પિતાના મહટા ભાઈ–વલનપ્રભને ચળાવવા ગયો ત્યારથી કનકપ્રભની પડતી શરૂ થઈ. જવલનપ્રભ પિતાની સાધનામાં અચળ-અડગ રહ્યો-કનકપ્રભની કારી ન ફાવી. એટલે વ્યાકૂળ બનેલે કનકપ્રભ જ્યારે પાછા ફરતા હતા ત્યારે તેણે જિનેંદ્ર ભગવાનનું મંદિર ઓળંગ્યું, તેથી તેની વિદ્યાને લેપ થયો. જિતેંદ્ર ભગવાનનું મંદિર ઓળંગનાર ઉપર હંમેશા . ધરણેન્દ્ર કે પાયમાન થાય છે. કનકપ્રભ ઉપર તે ક્રોધે ભરાયો. હાલમાં તે ગંગાવત્ત નગરમાં–ગંધવાહન રાજાના શરણે જઈને રહ્યો છે. રાજા નાસી ગયા પછી નગરની જેવી દુર્દશા થાય તેવી જ દુર્દશા આજે અમારું આ નગર જોગવી રહ્યું છે. નગરજને આસપાસના શહેરમાં જઈ વસ્યા છે.” નગરનાં લોકે કયાં ગયા? શા સારૂ ગયા? તેની મને તે ન કંઈ જ પડી ન હતી. હું તે મારા હૃદયની અધિષ્ઠાત્રી–પેલી રમણના જ દર્શન કરવા ઉત્સુક હતું, પરંતુ શહેરનાં બધાં - સ્ત્રી-પુરૂષે નગર ખાલી કરીને ચાલી નીકળ્યાં હોય ત્યાં, - નામ-ઠામ વિનાની રમણીને પત્તો શી રીતે મેળવે ? મારા હૃદયને મેં ઘણી ઘણી રીતે સમજાવ્યું. જે વસ્તુ મળી શકે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust