________________
श्री सङ्घाचार भाष्यम्
૩
નામના શાસ્ત્રની રચના કરવાની ઈચ્છાવાળા છે. આથી પ્રારંભમાં જ સઘળા ય વિઘ્નવૃંદના નાશ માટે તથા શિષ્ટ પુરુષોના સિદ્ધાંતને પાલન કરવા માટે શ્રી ચૈત્યવંદન ભાષ્યની પ્રથમગાથામાં ઈચ્છિત દેવતત્ત્વની સ્તવના સ્વરૂપ અને અત્યંત સફળ મંગલને કરે છે.
આ ઉપરાંત આ જ ગાથામાં આ ગ્રંથનું અભિધેય અને પ્રયોજન આદિ પણ જણાવે છે જેથી શ્રોતાઓ આ ગ્રંથવાંચનમાં પ્રવૃત્ત થાય.
આ. દેવેન્દ્રસૂરિ મ. રચિત ચૈત્યવંદન ભાષ્ય वंदित्तु वंदणिज्जे सव्वे चिइवंदणाइसुवियारं । વવિત્તિ-માસ-૩ળી સુયાળુસારેળ વામિ ॥ શ્॥ ગાથાર્થ : વંદનીય સર્વજ્ઞ ભગવંતોને વંદન કરી અનેક ટીકાઓ, ભાષ્યો, ચૂર્ણિઓ અને સૂત્રને અનુસારે ચૈત્યવંદન આદિના સુવિચારને કહીશ.
‘વંદિત્તુ વંદણિજ્યું સવ્વ’ આ પદ દ્વારા મંગલ બતાવવામાં આવ્યું છે. વંદિત્તુ વંદણિજ્યું એક પદ છે. સવ્વ શબ્દ બીજા પદનો છે આથી મંગલ સાધિક આદ્ય પદમાં છે. ‘ચિઈવંદણાઈ સુવિયાર' આ બીજા પદમાં વિષય તથા પ્રયોજનનો નિર્દેશ કરવામાં આવ્યા છે. આ ગાથાના ઉત્તરાર્ધમાં સંબંધનું કથન છે.
વંદિત્વા- અહીં ‘વદુઙ્ગ સ્તુત્યભિવાદનયોઃ’ સ્તુતિ અને અભિવાદન આ બે અર્થ વદ્ ધાતુના છે. ગુણોનું કીર્તન કરવું- ગુણગાવા એ સ્તુતિનો અર્થ છે. અભિવાદન એટલે કાયા દ્વારા નમસ્કાર કરવો. આમ, વંદિત્વા નો અર્થ-વચન દ્વારા સ્તુતિ કરવી અને કાયા દ્વારા નમસ્કાર કરવો એવો લેવાનો છે. સ્તુતિ તથા અભિવાદન સંશી પંચેન્દ્રિય જીવો કરે તો લગભગ મનના ઉપયોગ પૂર્વક કરે. આથી વંદિત્વા-વંદન કરીને અહીંયા માનસિક વંદનનું પણ ગ્રહણ કરવામાં આવ્યું છે. હવે વંદિત્વાનો અર્થ મનથી વંદના કરવી એવો પણ લેવાનો છે. આમ અહીં મન વચન કાયા સ્વરૂપ કરણત્રયથી ભાવ નમસ્કાર કરવાનો છે એવું જણાવ્યું છે. પણ, વીરક સાળવી આદિએ કરેલા મન વિનાના દ્રવ્ય વંદનથી વંદન કરવાનું જણાવ્યું નથી, કારણકે દ્રવ્ય વંદન કર્મની નિર્જરાને કરી શકતું નથી. તેમજ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે અસમર્થ છે.
આ ભાવ વંદન સવ્વ એટલે કે સર્વજ્ઞ ભગવંતોને કરવાનું છે. આ સર્વજ્ઞ ભગવંતો ભૂતકાળના, વર્તમાન કાળના અને ભવિષ્યકાળના સઘળા પદાર્થોને કેવળજ્ઞાનથી જાણે છે. આ કેવળજ્ઞાન સમસ્ત લોકાલોકના પદાર્થને જાણવામાં કુશળ છે. હાથમાં જેમ આમળું દેખાય છે તેમ પદાર્થોના ત્રણે કાળના પર્યાયો નિર્મળ કેવળજ્ઞાનના બળથી જાણી શકાય છે.
અથવા સબ્વે શબ્દથી તીર્થંકરો પણ લઈ શકાય છે. આ તીર્થંકર ભગવંતો પદાર્થો