________________
૧૮૫
श्री सङ्घाचार भाष्यम्
યો નુષ્ય, ઉપશુનઃ સૂરો, વાંfમો વિષયાત્મા
सर्वतीर्थेष्वपि स्नातः पापाद्धि मलिनश्व सः ॥ લોભી, ચાડીયો, કૂર, દંભી અને વિષયલોલુપ જીવ બધાં જ તીર્થોમાં જઈને સ્નાન કરે તો પણ પાપ સ્વરૂપ મળને કારણે તે મલિન જ રહે છે.
ज्ञानजले ध्यानहृदे रागद्वेषमलापहे।
ય:સ્ત્રાતિ મન તીર્થે, સચ્છિતિ પર તિમ્ | જેમાં જ્ઞાનનું જળ ભરેલું છે, જે ધ્યાનનું દ્રહ છે અને જે રાગદ્વેષ રૂપ મળનો નાશ કરે છે તેવા મનરૂપી તીર્થમાં જે સ્નાન કરે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે.
હે રાજન ! વળી, તું કહે છે કે અનિયતવૃત્તિથી રહેનારા સાધુઓને નમસ્કાર ન કરવો, આ પણ બરાબર નથી.
કારણકે સર્વત્ર સમાન મનોવૃત્તિવાળા તથા ધન અને સ્વજનાદિમાં મમત્વવિનાના સાધુભગવંતોને અનિયત વૃત્તિથી પરિભ્રમણ કરવાનું શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. પરમ મુનિઓએ શાસામાં વર્ણવેલું છે ? ...अनिएअवासो समुआण चारिआ, अन्नायउँछं पयरिक्या य । अप्पोवही कलहविवज्जणा य, विहारचरिआ इसिणं पसत्था ॥
(દશવૈકાલિક - ચૂલિકા - ૨ ગાથા નં. ૫) અનિયતવાસ, (એક ઠેકાણે મર્યાદા ઉપરાંત વધુ ન રહેવું) અનેક ઠેકાણેથી યાચીને ભિક્ષા ગ્રહણ કરવી, (નિર્દોષ આહાર મેળવવાના ધ્યેયથી) અજાણ્યા ઘરોમાંથી થોડું થોડું લેવું, નિર્જન સ્થળમાં રહેવું, થોડી સામાન્ય ઉપધિથી નિર્વાહ કરવો, કલહ તજવો આ પ્રકારની સાધુ જીવનની મર્યાદા પ્રશંસનીય છે.
पंडिबंधो लहुअत्तं न जणुवयारो न देसविन्नाणं ।
नाणाईण अवुड्डी दोसा अविहारपक्खंमि ॥ જો સાધુ અનિયતવૃત્તિથી વિહાર ન કરે તો સ્થાનાદિની આસક્તિ થાય, લોકોમાં લઘુતા થાય, લોકો ઉપર ઉપકાર ન થઈ શકે, નવા નવા દેશોની જાણકારી ન થાય, અને જ્ઞાનાદિની વૃદ્ધિ ન થાય. '
मासं च चउम्मासं च परं पमाणं इहेगवासंमि।
बीयं तइयं च तहिं मासं वासं च न वसिज्जा ॥ એક સ્થાને સાધુ ભગવંતોને રહેવું હોય તો એક માસ રહેવું અથવા ચોમાસામાં ચાર મહિના રહેવું તે પ્રમાણ છે, પરંતુ એક સ્થાને બીજું ત્રીજું માસ કલ્પ કે ચોમાસુ કરવું ન જોઈએ.