________________
श्री सङ्घाचार भाष्यम्
૧૯૩ થયો. મેં આ ક્રોધની ખોપડીને ક્ષમાપી ગદા મારીને તોડી નાખી અને ક્રોધ તરત જ મૃત્યુ પામ્યો.
બુદ્ધિ વિનાના, સ્વચ્છંદ રીતે વિચરનાર અને પોતાની જાતને વીર માનનાર અભિમાનનો મેં માર્દવરૂપી ગદાથી ઘડો લાડવો કરી નાખ્યો. કોઈપણ જાતની મર્યાદા વિનાના, ઘણા જ માત્સર્યવાળા અને મારા બળને સંપૂર્ણપણે ખલાસ કરતા દ્વેષરુપ હાથીને મેં સામ્યતા નામની પરિઘથી પીસી નાખ્યો. મારો કોળીયો કરી જવા તૈયાર થયેલી તથા પોતાનું વિકરાળ અને ભયંકર મુખને ફાડીને ઉભેલી માયા વાઘણના તાળવાને ઋજુતા રૂપી શલ્યથી વીંધી નાખીને સરળતા રૂપી છરીથી મેં ફાડી નાખી. લોભનો ચૂરેચૂરો કર્યો છતા વારંવાર વૃદ્ધિ પામતો હોવાથી તેને જેમ મંત્રદ્વારા પ્રેત બંધાય છે તેમ સંતોષ રૂપી ખીલે બાંધી નાખ્યો. - જ્યારે ત્રિકરણશુદ્ધિ રૂપ ત્રિશૂળથી ચરિત્રમોહનો નાશ થયો ત્યારે મોહરાજા રાગરુપ કેશરી ઉપર બેસીને હાજર થઈ ગયા. ભયંકર ક્રોધથી લાય જેવા તપેલા તાંબાની જેમ લાલ આંખો મને બતાવવા લાગ્યા. કપાળ ઉપર વિકરાળ ભ્રકુટી રચીને મને તર્જના કરવા લાગ્યો, “અરે, તું અહીં આવ અને અહીંયા ઊભો રહે. શસ્ત્રોને અહીંયા મૂકી દે અને ચાલ્યો જા. ફોગટ તું મૃત્યુના પામ. યુદ્ધ જ કરવું હોય તો આવી જા લડાઈ કરવા.
ત્યાં તો ચારિત્રનરેન્દ્ર નામના રાજાએ સૂમ સંપરાય નામના બળવાન અષ્ટાપદને મોકલ્યો. આ અષ્ટાપદને પ્રાપ્ત કરીને મેં તરત જ મોહરાજાની સામે યુદ્ધ છેડી દીધું. સૂક્ષ્મસંપરાય નામના ચારિત્રરૂપ ચક્રનો સહારો લઈ મેં ઘણા જ રોષથી કમળના નાળની જેમ ક્ષણવારમાં જ મોહરાજાના મસ્તકને છેદી નાખ્યું.
મોહરાજાનો વિનાશ થયો. શત્રુઓનું સૈન્ય નાયક વિનાનું બની જતાં નાસવા લાગ્યું. હું પણ તેમનો ક્ષય કરવા માટે તરત જ કૂદકો લગાવીને ક્ષીણમોહની ભૂમિમાં આવી પહોંચ્યો. આ સૈન્ય નિદ્રા અને પ્રચલા નામની અંધારી કેડીનું ઓઠું લઈને અચાનક સંતાઈને ઊભું રહ્યું. મને ખ્યાલ આવી જતાં મે ઉત્તમ પ્રણિધાન કરી સેંકડો ઉલ્કાઓને છોડતું તડતડ અવાજ કરતું તીક્ષ્ણ ધારવાળુ શુક્લધ્યાન રુપી વજ છોડ્યું. આ વજે મોહરાજાના સૈન્યને બાળી નાખ્યું. પછી દર્શનાવરણીયની ચાર પ્રકૃતિ, પાંચ અંતરાય અને પાંચ જ્ઞાનાવરણીયની કર્મપ્રકૃતિને પણ મેં એકસાથે બાળી નાખી.
ત્રણે જગતને જીતવા માટે સમર્થ એવા ઘણા વરયોદ્ધાઓ પણ આ શુક્લધ્યાન રુપ વજને જોવા સમર્થ ન થયા. તેથી કેટલાકે ખાડામાં કૂદકો લગાવ્યો. કેટલાક વનનિકુંજમાં છુપાઈ ગયા. કેટલાકે પાણીમાં ડૂબકી લગાવી, કેટલાક તો વળી ગિરિની ગુફાઓમાં પ્રવેશી ગયા. કેટલાકે તો અસ્ત્રોને છોડી દીધા. તો કેટલાકે તો વસ્ત્રપણ મૂકી દીધા. કેટલાક તો જાણે મરેલા હોય તેમ નિશ્ચષ્ટ થઈને ભૂમિમાં પડી ગયા.