________________
૨૧૭
श्री सङ्घाचार भाष्यम्
અશનિઘોષે ય પણ ઘણા સૈન્યથી યુક્ત પોતાના પુત્રોને મોકલ્યા. જયલક્ષ્મીની વાંછા કરતા બંને સૈન્યો ભેગા થયા. બંને સૈન્યના સૈનિકો પોતપોતાના આયુધોને ઊંચા કરી એકબીજાને પડકારવા લાગ્યા. સ્વાભાવિક અને વિદ્યાકૃત યુદ્ધ દ્વારા બંને સૈન્યનો કાંઈક ન્યૂન એક માસ પસાર પણ થઈ ગયો. યુદ્ધમાં અશનિઘોષના પુત્રો નાશ પામ્યાં. પોતાના પુત્રોનો નાશ થતાં અનિઘોષ વિદ્યાધરે વિજયરાજાને કહ્યું, “જો તારા આ અભિમાનનો ક્ષણમાત્રમાં ચૂરો કરી નાખું છું.’
આટલું બોલીને અશનિઘોષે પોતાના વિદ્યાબળથી અમિતતેજના પુત્રોનો નાશ કર્યો. આ દેખીને રાજા વિજય અભિમાની થઈને બોલી ઊઠ્યો, ‘અરે એ દુષ્ટ ! પાપી! નિર્લજ્જ ! તું હજૂ પણ ચાલ્યો જા. જો તું નહિ ચાલ્યો જાય તો તે મારી સાથે ઠગાઈ કરીને મારી પત્નીનું અપહરણ કર્યુ છે તે દુવિર્નયનું ફળ હું તને બતાવીશ. બસ તું હવે
મરદ બન.’
‘વિજય ! પહેલા તો તું જ તારું કીધેલું કર અને તો જ તું બચી શકીશ. એમ ન કરવું હોય તો મરદ બનીને આવીજા.' અશનિઘોષે વિજયરાજા ઉપર આવા વાગ્બાણ છોડીને તેમની સામે ચાલ્યો.
બંને એકબીજાની નજીક આવી પહોંચતા ખોખારા કરવા લાગ્યા, વિનાશ કરવા લાગ્યા, પડકારો કરવા લાગ્યા અને એકબીજાના શસ્ત્રોને ચૂકવવા લાગ્યા.
અશનિઘોષ મચક ન આપતો હોવાથી વિજયરાજાએ રોષે ભરાઈને તલવારથી અશનિઘોષના બે ટુકડા કર્યા, પણ ત્યાં તો બે ટુકડાના બે અનિઘોષ બની ગયા. ફરીને વિજયે બે ના ચાર ટુકડા કર્યા તો તેમાંથી ચાર અનિઘોષ બની ગયા. આ રીતે બે બે ટુકડા કરતા કરતાં હજારો અનિઘોષ બની ગયા. રાજા વિજય પણ થાકી ગયો, બસ એ જ સમયે મહાજ્વાલા વિદ્યા સિદ્ધ થતા અમિતતેજ વિધાધર આવી પહોંચ્યા.
સિંહને દેખીને હસ્તિવૃંદ જેમ નાસવા લાગે છે તેમ અમિતતેજને જોઈને અશનિઘોષનું સૈન્ય નાસવા લાગ્યું. આ જોઈને અમિતતેજે મહાજ્વાળા વિદ્યાને કહ્યું કે આ શત્રુ સૈન્યને નાસવા ન દેતા. મહાજ્વાળાથી મોહિત થયેલું સૈન્ય અમિતતેજના શરણમાં આવ્યું. અમિતતેજને આવેલા જાણીને અનિઘોષ તરત ભાગવા લાગ્યો.
અશનિઘોષ પલાયન થતા તરત અમિતતેજે વિદ્યાને આદેશ કર્યો કે આ મહાપાપી દૂર ભાગી જાય તો પણ તેને પકડીને અહીં લાવવાનો છે. અમિતતેજની આજ્ઞા મળતા મહાજ્વાળા વિદ્યા અનિઘોષની પાછળ ગઈ. વિદ્યાથી પીડા પામેલો અનિઘોષ શરણું શોધતો આકાશમાંથી દક્ષિણાર્ધ ભરતમાં ઉતર્યો. ત્યાં તેને સીમનગ નામનો શૈલ દેખ્યો. પર્વત ઉપર આદિનાથ પ્રભુનું સુંદર મંદિર હતું. જિનાલયની આગળ સમવસરણના પ્રદેશમાં એક હજાર ધ્વજાઓથી યુક્ત એક મહાજ હતો. આ મહાધ્વજની સમીપમાં ચઉદપૂર્વના ધારક અચળ નામના બળદેવમુનિને એક રાત્રિની