Book Title: Sanghachar Bhashyam Part 01
Author(s): Devendrasuri, Rajpadmavijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 253
________________ श्री सङ्घाचार भाष्यम् ૨ ૨ ૩ અમે અમારું સઘળું જીવન ગુમાવી દીધું. લાખો દુઃખોનો તરત જ નાશ કરનાર એવી દીક્ષાનો અમે સ્વીકાર પણ ન કર્યો.” આ પ્રમાણે અત્યંત ખેદ કરતા બંનેને ચારણમુનિએ કહ્યું, “અરે ભાઈ, તમે આટલો બધો ખેદ ન કરો. હજુ પણ સઘળા સુખોની માતા સમી સર્વવિરતિનો સ્વીકાર કરી લો. કહ્યું છે. ગધેવિ વન્નત્રે વેરૂ ની દિશીતલામના I साहिति निययकज्जं पुंडरियमहारिसिव्व जहा ॥ કેટલાક જીવો અલ્પ કાળ બાકી હોવા છતાં પણ શીલધર્મ અને સંયમજીવનનો સ્વીકાર કરીને પુંડરિક મહાઋષિની જેમ પોતાના કાર્યની સિદ્ધિ કરી લે છે. આ જ વાત દશવૈકાલિકમાં બતાવવામાં આવે છે पच्छावि ते पयाया खिप्पं गच्छंति अमरभवणाई। जेसिं पिओ तवो संजमो य खंति अ बंभचेरं च ॥ જેઓ પછી (એટલે કે વૃદ્ધાવસ્થામાં અથવા તો ચારિત્રની વિરાધના કરીને પ્રાયશ્ચિત અંગીકાર કર્યા બાદ અથવા તો ફરીથી) સંયમ ગ્રહણ કર્યુ હોય અને જેઓને (તથાવિધ નિરતિચાર પાલન નહિ કરી શકવા છતા) તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય હોય તેઓ શીધ્ર દેવલોકને પામે છે. તથા - વિસંપ નીવો પāMમુવી મનમો जइवि न पावइ मुक्खं अवस्स वेमाणिओ होइ ॥ એક દિવસનું પણ ચારિત્ર જીવન સ્વીકારીને ચારિત્રમાં જ જો મન લાગી જાય તો તેવા જીવને કદાચ મોક્ષ ન મળે તો પણ વૈમાનિકપણુ અવશ્ય પ્રાપ્ત થાય છે.' બંને રાજાએ આ વાત સાંભળીને મુનિ ભગવંતને વંદન કર્યું અને પોતાના નગરમાં આવ્યા. પુત્રોને રાજ્યગાદી ઉપર સ્થાપ્યાં. જિનાલયમાં અષ્ટાનિકા મહોત્સવ કર્યો. પછી અભિનંદન અને જગનંદન નામના સાધુભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અંતે પાદપોપગમન અણસણનો સ્વીકાર કરીને કાળધર્મ પામ્યા અને અમિતતેજ મુનિ તથા વિજય મુનિ બંને પ્રાણત નામના દેવલોકમાં નંદાવર્ત અને સુસ્થિત નામના વિમાનમાં વસ સાગરોપગના આયુષ્યવાળા દિવ્યચૂલ અને મણિચૂલ નામના દેવ થયા. વિદ્યાધરેન્દ્ર અમિતતેજનું આ સુંદર વૃત્તાંત સાંભળીને જિનાલયમાં અવગ્રહની બહાર રહીને કલહ અને કદાગ્રહથી મુક્ત અને મોક્ષના કારણભૂત એવા જિનેશ્વર પ્રભુના ચરણોમાં વંદન કરો. અવગ્રહત્રિકમાં વિદ્યાધરેશ્વર અમિતતેજનું દષ્ટાંત સમાપ્ત. I પ્રથમ ભાગ સમાd II

Loading...

Page Navigation
1 ... 251 252 253 254