________________
૨૧ ૫.
श्री सङ्घाचार भाष्यम् હોય તો ડાહ્યા માણસ લાભની અભિલાષા રાખે છે.
રાણી પાસે આવીને વિજયરાજાએ જેની ઉપર વિશ્વાસ છે એવા મંત્ર તંત્ર મણિ આદિનો પ્રયોગ કર્યો, પણ જેમ ઉત્તમ દાન અપાત્રને આપવાથી નિષ્ફળ થાય છે તેમ મંત્રાદિ પણ સુતારાને વિશે નિષ્ફળ થયા. રાણીનું મુખ અને નેત્રો પ્લાન થઈ ગયા. હાડકાના સાંધાઓ અત્યંત શિથિલ થઈ ગયા. શરીર પણ થરથર ધ્રુજવા લાગ્યું. અંતે સુતારા રાણી મૃત્યુ પામી. સુતારાને મૃત્યુ પામેલી દેખીને વિજયરાજા મુગ્ધની જેમ રડવા લાગ્યો. પ્રાણ કરતા પણ પ્યારી સુતારા વિનાનું જીવન નકામું છે - આવો વિચાર કરી લાકડાની ચિતા રચાવી. સુતારાની સાથે રાજા વિજય ચિત્તામાં આરૂઢ થયો. વિરહની આગથી બળતા રાજાએ જાતે જ ચિત્તામાં ચિનગારી ચાંપી.
બરાબર એ જ સમયે તરત બે વિદ્યાધરોએ ગગનમાંથી ભૂમિમાં ઉતર્યા. તેમને દિવ્યવસ્રયુગલનું પરિધાન કર્યુ હતુ, તેમના કુંડળ હાલી રહ્યા હતા અને તેમના આભૂષણો શરીરની સાથે ઘર્ષણ કરી રહ્યા હતા. એક વિદ્યાધરે સુતારાના નિશ્ચષ્ટ દેહ ઉપર વિદ્યાથી અભિમંત્રિત જલનો છંટકાવ કર્યો ત્યાંતો અટ્ટહાસ્યને કરતી સુતારાદેવી ઊડીને આકાશમાં ચાલી ગઈ.
મૃત્યુ પામેલી સુતારા આકાશમાં ઊડી જતા રાજાના હૃદયમાં આશ્ચર્યનો ઉદ્ભવ થયો અને બોલ્યા, “અરે ! આ શું થયું? આ શું થયું? બે વિદ્યાધરોએ હાથ જોડીને રાજાને કહ્યું, “હે સ્વામિનાથ ! સાંભળો, અમે બંને શ્રી અમિતતેજ વિદ્યાધરેશ્વરના નૈમિત્તિક છીએ. અમે બંને પિતાપુત્ર છીએ અમારુ નામ સંભિન્નશ્રોત અને દીપશિખ છે. આજે અમે બંને અહી ક્રિીડા કરવા માટે આવ્યા હતા. ત્યાં તો અમે આકાશમાં એક સ્ત્રીનો કરુણ શબ્દ સાંભળ્યો.”
“હે નાથ ! હે નાથ ! હે શ્રી વિજયરાજા ! હે સ્વયંપ્રભા માતા ! હે મારા વીરા મહાવીર ખેચરેન્દ્ર અમિતતેજ ! અરે કોઈક અધમ વિદ્યાધર અનાથની જેમ મારુ અપહરણ કરી જાય છે. તમે જલ્દી આવો અને મને પાપીથી જલ્દી મુક્ત કરો.”
સ્ત્રીના આ શબ્દો સાંભળીને અમને ખ્યાલ આવી ગયો કે આ તો અમારા સ્વામી અમિતતેજની બહેન સુતારા છે. તેથી અમે અમારી વિકરાળ તલવારને મ્યાન મુક્ત બનાવી અને અરે ! ઊભો રહે ઊભો રહે એમ બોલતા બોલતા એ અધમ વિદ્યાધરની પાછળ દોડ્યા. અમે અશનિઘોષ વિદ્યાધરને દેખ્યો અને તેને કહ્યું, “હે અનાર્ય ખેચરાધમ ! તું પુરુષ બન અને શસ્ત્રને હાથમાં ગ્રહણ કર. તું બસ મર્યો સમજજે.”
અમે અશનિઘોષની પાસે પહોંચી ગયા ત્યારે સુતારા મહાદેવીએ અમને કહ્યું, ‘તમે યુદ્ધ રહેવા દો. તમે જલ્દી જ્યોતિવનમાં જાવ. જેથી વૈતાલિની વિદ્યાથી મોહ પામેલા રાજા પ્રાણોનો ત્યાગ ન કરે.”
સુતારા રાણીની વાત સાંભળી અને તરત જ અહીં આવ્યા. અમે અહીં આવીને