________________
૨૧૪
श्री सङ्घाचार भाष्यम् નામનું નગર છે. આ નગર બે પ્રકાર સુશરણ (મહેલો અને શરણ)વાળું છે, સુંદર સાલ (કિલ્લો અને શાલવૃક્ષો) વાળું છે, સુંદર પરિઘ (નગરને ચારે તરફ સુંદર ખાઈ અને દ્વાર ઉપર વિશાળ અર્ગલા) વાળુ છે. તેમજ સુરમણી (સુંદર રમણીઓ અને અત્યંત રમણીયતા) વાળુ છે.
આ નગરમાં અમિતતેજ નામનો રાજા છે. પોતાના અમાપ તેજથી તેમણે સૂર્યના તેજને પણ ઝાંખુ પાડ્યું હતું. આ વિદ્યાધરોના રાજાને વિદ્યાધરોનો સમુદાય નતમસ્તકે નમસ્કાર કરતો હતો. અમિતનેજ રાજધર્મ આત્મધર્મ નું સુંદર પાલન કરતો હતો. તેનો કર(હાથ) ઉદારતા ગુણથી યુક્ત હતો અને તેમને નગરમાં લોકો ઉપર બહુ ઓછા કર નાખેલા હતા. અનેક ઉત્તમ હાથીઓ તેમની પાસે હતા તથા તેમની ગતિ સુંદર હતી. ઉત્તમ અશ્વો તેમની પાસે હતા તથા તેઓ દરેક લોકોના આશ્રય હતા. તેમનું બળ પણ અજોડ હતું અને તેમનું સૈન્ય પણ સશક્ત હતું. તેમનું પરાક્રમ અને તેજ બંને અપૂર્વ હતા. તેમના વસ્ત્રો અવર્ણનીય હતા તથા તેમનું આવાસસ્થાન મનોહર હતું. રાજ્યમાં ઉત્તમ ચર પુરુષો એમની આંખો હતી તથા તેમની આંખો સુંદર અને ચંચળ હતી. તેમનું ચરિત્ર અને પગ બંને પણ સુંદર હતા.
અમિતતેજે પોતનપુરના રાજા શ્રી વિજયરાજાની જ્યોતિપ્રભા નામની બહેન સાથે લગ્ન કર્યા. જ્યોતિપ્રભાનું મુખ ચંદ્ર જેવું ઉજ્જવળ હતું. શ્રી વિજયરાજાના લગ્ન અમિતતેજ રાજાની બહેન સુંદર કીકીવાળી અને વિશાળ નયનવાળી સુતારા સાથે થયા. આથી અમિતતેજ અને વિજયરાજા વચ્ચે એકબીજા પર સ્નેહ હતો.
-
એક દિવસ શ્રી વિજયરાજા સુતારાની સાથે જ્યોતિવન નામના વનમાં ગયો. જેમ જિનાલય શ્રાવકોથી ભરેલું હોય તેમ આ વન પશુઓથી પૂર્ણ હતું. અહીંયા કાજળ જેવા કાળા ખુરના અગ્રભાગવાળો, મરક્તમણિ જેવા શીંગડાવાળો, સુવર્ણ સદેશ અંગવાળો અને મનોહર એક શ્રેષ્ઠ હરણ તેઓએ દેખ્યો. નીલ ઉત્પલની પાંખડી જેવા અને ચંચળ નેત્રવાળા આ હરણને દેખીને સુતારાએ વિજયરાજાને કહ્યું, ‘સ્વામિનાથ ! ક્રીડા કરવા માટે આ હરણને ગ્રહણ કરો.’
રાજા પણ સુતારાના મોહમાં મુગ્ધ હતો. તેથી તે મૃગના ગ્રહણ માટે ચાલ્યો, ત્યારે આ હરણીયુ નટની જેમ અનેક રુપોને ધારણ કરવા લાગ્યું. દોડી રહેલું હરણ ક્યારેક નજીક આવે છે, ક્યારેક વૃક્ષની ઓથે છૂપાઈ જાય છે અને ક્યારેક આકાશમાં પહોંચી જાય છે. હરણની પાછળ દોડતો રાજા દૂર પહોંચી ગયો.
આ બાજુ સુતારા રાણીના રુદન ભર્યા શબ્દો સંભળાવા લાગ્યા, ‘હે નાથ, જલ્દી આવો જલ્દી આવો, મને સાપ કરડ્યો છે.’ આ શબ્દો સાંભળી વિજયરાજા રાણીમાટે હરણિયાને મૂકીને રાણી તરફ વળ્યો.
ખરેખર નં મંતૅષ્વિય વ્રુક્ષને સત્તા તારૂં હિતસંતિ- પોતાનો સ્વજન કુશળ