________________
श्री सङ्घाचार भाष्यम्
૨૧૩ શ્રીદત્તાની કથા સાથે બે દિશિ- નામનું ત્રીજુ દ્વાર કહ્યું હવે બે પ્રકારની દિશામાં રહીને મૂળનાયક પ્રભુથી કેટલા અવગ્રહમાં રહીને ચૈત્યવંદન કરવું જોઈએ આવી શંકાનું સમાધાન આપવા માટે અવગ્રહ નામનું ચોથું દ્વાર ગાથાના ઉત્તરાર્ધ દ્વારા બતાવવામાં આવે છે. ચતુર્થ અવગ્રહ દ્વાર :
ગાથાઃ નવવિક્સ નહ૬ ટ્રિક્સ નિફ્ટમાહો સો . રર
ગાથાર્થ ચેત્યવંદનાદિ કરતા જિનાલયમાં જઘન્ય-નવહાથ ઉત્કૃષ્ટ સાઠ હાથ: બાકીનો મધ્યમ અવગ્રહ છે. - ટીકાર્ય જિનાલયમાં મૂળનાયક પ્રભુના બિંબથી ઓછામાં ઓછો નવ હાથનો અવગ્રહ રાખવો જોઈએ. અર્થાત્ પ્રભુજીથી નવહાથ દૂર રહેવું જોઈએ. જેથી કરીને પ્રભુજીને આપણો ઉચ્છવાસ-નિઃશ્વાસ આદિ લાગીને પ્રભુજીની આશાતના ન થાય.
ઉત્કૃષ્ટ અવગ્રહ ૬૦ હાથનો છે. ૬૦ હાથથી દૂર બેસવાનું નથી, કારણકે તેનાથી વધુ દૂર બેસવામાં ચૈત્યવંદન વિષયક ઉપયોગ સંભવતો નથી.
જઘન્ય અવગ્રહ ૯ હાથ પછીનો અને ઉત્કૃષ્ટ ૬૦ હાથ પહેલાનો અવગ્રહ મધ્યમ અવગ્રહ છે.
અવગ્રહ એટલે મૂળનાયક પ્રભુજીની પ્રતિમા અને ચૈત્યવંદનાના સ્થાનની વચ્ચેની જગ્યા.
અવગ્રહનો અન્ય પ્રકાર કેટલાક આચાર્ય ભગવંતોએ આ અવગ્રહ બાર પ્રકારનો પણ બતાવ્યો છે.
પંચસ્થાનક પ્રકરણઃ ડબ્રેસ સટિત પંના ૨ વત્તા રૂ તીસા ૪ સટ્ટ पणदसगं ६ दस ७ नव ८ ति ९ दु १० एग ११ द्धं १२ जिणुग्गहं बारसविभेयं ॥
૬૦,૫૦,૪૦, ૩૦,૧૮,૧૫, ૧૦,૯,૩,૨,૧ અને અર્થો હાથ એમ બાર પ્રકારનો અવગ્રહ બતાવવામાં આવ્યો છે.
અર્ધા હાથથી આરંભીને ૬૦ હાથની અંદર ગૃહચૈત્ય કે ચૈત્યગૃહમાં રહીને જે રીતે જિનેશ્વર પ્રભુની પ્રતિમાજીની આશાતના ન થાય તે પ્રમાણે શાસ્ત્રાનુસારે અવગ્રહની બહાર રહીને અમિતતેજ વિધાધરની જેમ ચૈત્યવંદના કરવી.
અમિતતેજ વિધાધરનું દૃષ્ટાંત ઃ
જેમ શ્રેષ્ઠનગર ઉત્તમરાજાવાળું હોય છે, સુખને કરનારું હોય છે, બજારની શ્રેણિથી શોભતું હોય છે તથા મંદિરોથી યુક્ત છે તેમ વૈતાઢ્ય નામનો પર્વત ઉત્તમરજતનો છે, તેમાં વિદ્યાધરોનો આવાસ છે, પર્વત ઉપર બે શ્રેણિઓ છે તથા દેવતાના સમૂહથી શોભિત છે. આ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં રથનૂપુર ચક્રવાલ