Book Title: Sanghachar Bhashyam Part 01
Author(s): Devendrasuri, Rajpadmavijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 241
________________ श्री सङ्घाचार भाष्यम् ૨૧૧ કરોડો ભવોએ પણ દુર્લભ મનુષ્ય ભવ ખોઈ નાખ્યો છે. તેથી આજે તો હું આ મુનિભગવંતને નમીને એમના મુખેથી ઉપદેશ સાંભળું. એમના મુખકમળને જોઈને હું મારા જન્મને સફળ કરું.” - શ્રીદત્તાએ આવો વિચાર કરીને મુનિ સત્યયશ પાસે ગઈ. ત્યાં જઈને નમસ્કાર કર્યો. મહાત્માએ શ્રીદત્તાને ધર્મલાભ આપતા તેનું હૃદય હર્ષિત થઈ ગયું. તેણીનીએ મુનિભગવંતને કહ્યું, “ભગવાન હું અયોગ્ય છું, હું અભાગણી છું તો પણ મને કાંઈક ઉપદેશ આપો. આપનો ઉપદેશ સાંભળીને હું હવે આવતા ભવોમાં આવી દુઃખી ન થાઉં. સત્યયશમુનિએ તેની યોગ્યતાનો વિચાર કરીને ધર્મચક્રવાલ નામના તપનો ઉપદેશ આપ્યો. સકલ સુખને આપનાર તેના વિધાનને ચૈત્યવંદન પૂર્વક કરવાનું બતાવ્યું અને તેને કહ્યું, “હે ભદ્રે ! આ સ્વાધીન ધર્મને જો તું વિધિપૂર્વક કરીશ તો તારે આવું દુઃખ ફરીને નહિ આવે. શ્રીદત્તાએ તહત્તિ કરીને મુનિની આજ્ઞાનો સ્વીકાર કર્યો. મુનિભગવંતને નમસ્કાર કરીને તે પોતાના ઘરે ગઈ. વિધિપૂર્વકદેવને વાંદીને તેને ધર્મચક્રવાલપનો પ્રારંભ કર્યો. આ તપમાં તેને પ્રથમ બે ઉપવાસ કર્યા અને પછી ૩૭ઉપવાસ કર્યા. ધર્મચક્રવાલપના પ્રભાવથી પારણે તેને સુંદર ભોજન મળવા લાગ્યું. શ્રીદત્તા તપ અને ચૈત્યવંદનમાં રત રહેતી હોવાથી ધનવાન શ્રાવકો તેને શ્રેષ્ઠ વસ્ત્રો આપવા લાગ્યા. જ્યાં કામ કરતી ત્યાં તેને બમણું –મણું વેતન પણ મળવા લાગ્યું. એક દિવસ તેના ઘરની દીવાલ પડી ગઈ. ભીંતના એક ખૂણેથી તેને ઘણું ધન મળ્યું. આ ધનથી તેને પોતાના તપનું ઉજમણું કર્યું. ધર્મચક્રવાલ તપના પારણે તે દિશાવલોકન કરતી હતી, ત્યાં તેને માસક્ષમણના તપથી કૃશ શરીરવાળા સુવ્રત નામના સાધુભગવંતને આવતા જોયા. તેની આંખો હર્ષાશ્રુથી પૂર્ણ થઈ ગઈ. તપસ્વીને ગોચરી વહોરાવી. મહાત્મા ગોચરી વહોરીને ચાલ્યા ગયા બાદ પોતાની જાતને ધન્ય માનતી તેને મુનિભગવંતનેવહોરાવ્યાબાદ વધેલા ભોજનમાંથી પારણું કર્યું. પારણું કરીને તે સુવ્રત સાધુ ભગવંત પાસે ગઈ. મહાત્માને વંદન કરીને તેમની પાસેથી શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. સમ્યકત્વમૂલબારવ્રતોને શ્રીદત્તાએ કેટલાક કાળ સુધી નિરતિચાર પણે પાળ્યા. એક દિવસ કર્મનો ઉદય થતાં તેને વિચાર આવ્યો, જૈન ધર્મની આરાધનાનું ઉત્તમ ફળ આ લોકમાં મળે છે એવું કહેવાય છે, તો એ મારા માટે પણ સાચું થશે? ત્રણ પ્રદક્ષિણા આપવી, બેદિશામાં નિરીક્ષણનો ત્યાગ કરવો તથા ત્રણ પ્રકારનો અવગ્રહ પાળવો આદિનું ફળ કાંઈ મને તો અહીં જણાતું નથી અને એવું સંભળાય છે કે સામાન્ય વંદનાનું પણ ઉત્તમ ફળ મળે છે.” શ્રી દત્તાને ધર્મનું ફળ સાક્ષાત મળવા છતાં પણ ધર્મમાં સંશય ઉત્પન્ન થયો. ખરેખર ભવિતવ્યતા બળવાન છે. ત્યારપછી તો તે ધર્મમાં શિથિલ થઈ ગઈ. વિધિ કરવામાં આદર પણ ચાલ્યો ગયો. એક દિવસ સત્યયશમુનિ આવેલા છે એવું સાંભળીને તેમને

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254