________________
श्री सङ्घाचार भाष्यम्
૨૦૯ દમિતારિએ કહ્યું, “વાસુદેવ, મારી સામે તું યુદ્ધમાં મૃત્યુ પામી જઈશ. જો તારે ન મરવું હોય તો મારી પુત્રીને છોડીને તું ચાલ્યો જા. હે બુદ્ધિ વિનાના ! તું આમ કર તો હું તને છોડી દઈશ.”
“અરે, દમિતારિ! તારી પુત્રીને તો ગ્રહણ કરીને જઈશ, પણ તેની જેમ તમારા પ્રાણોને પણ ગ્રહણ કરીને જઈશ.” વાસુદેવનો આ પ્રત્યુત્તર સાંભળી પ્રતિવાસુદેવે તેની ઉપર ચક્ર છોડ્યું. વાસુદેવ ચક્રના મધ્યભાગથી હણાયા અને મૂછિત થયા. ભાનમાં આવ્યા બાદ બળવાન વાસુદેવ ફરીને ઊભો થયો અને પોતાની પાસે રહેલા ચક્રને ગ્રહણ કરીને ફરીને દમિતારિને કહ્યું,
રાજનું, તમે કનકશ્રીના પિતા છે, આથી તમને છોડી દઉં છું.'
“અરે અનંતવીર્ય, પોતાનું કે પારકા ધનને ઓળખી નહિ શકનારા મૂર્ખ માણસો બીજાના ધનથી પોતાને ધનવાન માને છે. તું તારા હાથમાં આવેલા મારા ચક્રને મૂકી દે અથવા યુદ્ધનો પુરુષાર્થ છોડી તું ફોગટ તારું જીવન સમાપ્ત ન કર.'
દમિતારિના આ વચનો સાંભળીને અનંતવીર્યક્રોધે ભરાયો અને પોતાના હાથમાં આવેલું ચક્રરત્ન પ્રતિવાસુદેવ ઉપર નાખ્યું. દમિતારિનું મસ્તક ચક્રથી છેદાઈ ગયું. “વાસુદેવ ઉત્પન્ન થયા છે” આવી આકાશવાણીની સાથે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. અનેક રાજાઓ બળદેવ-વાસુદેવને નમસ્કાર કરવા લાગ્યાં. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ બંને પોતાના નગર તરફ જવાની તૈયારી કરી કનકશ્રીની પાસે ગયા. ત્યાં તો વિદ્યાધરોએ આવીને કહ્યું, “સ્વામિનાથ, અહીંયા જિનાલય છે. આપ વિધિપૂર્વક જિનેશ્વર પ્રભુને વાંદીને વિદાય લો. જેથી પ્રભુજીની આશાતના ન થાય. વિદ્યાધરોની આ વાત સાંભળી તેઓ તથા તેમના પરિવારના મુખ ઉપર આનંદ છવાઈ ગયો. આકાશમાંથી નીચે ઉતર્યા. ભાવવિભોર થઈને પ્રભુજીનો પ્રક્ષાલ કર્યો. પૂજા કરી અને વંદન કર્યું. ત્યાં તેમને વર્ષોપવાસ પ્રતિમાના ઘારક કીર્તિધરમુનિના દર્શન થયા. આ મુનિભગવંતને તે જ સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, આથી દેવો તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કરી રહ્યા હતા. મહાત્માના દર્શન કરી અત્યંત હર્ષિત થયેલા તેઓએ ત્રણ પ્રદક્ષિણા કરીને જ્ઞાની ભગવંતને વાંદ્યા. ઉચિત સ્થાને આસન ગ્રહણ કર્યું અને ભગવાન ધર્મદેશનાનું દાન કરવા લાગ્યા.
'इह निव्वुइपरमंगाणि जंतुणो दुल्लहाणि चत्तारि।। मणुयत्तं धम्मसुई सद्धाणं संजमे विरियं ॥'
આ સંસારમાં જીવોને મુક્તિના ચાર અંગો દુર્લભ છે. (૧) મનુષ્યભવ (૨) ધર્મશ્રવણ (૩) શ્રદ્ધા (૪) સંયમમાં પુરુષાર્થ.
આ સંસારી જીવે ૮૪ લાખ યોનિમાં અને ઘણી કુલકોટિમાં ભટકીને કોઈક મહાપુણ્યના ઉદયે મનુષ્ય ભવ પ્રાપ્ત થયો. તે પણ ઉત્તમ દેશ અને ઉત્તમકુળાદિથી પવિત્ર