________________
श्री सङ्घाचार भाष्यम्
सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् ।
૨૦૭
वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपद : ॥ કોઈપણ કામ ઉતાવળા થઈને નહિ કરવું જોઈએ, કારણકે અવિવેક મોટી આપત્તિઓનું કારણ બને છે. જે વ્યક્તિ કોઈ પણ કામ વિચાર કરીને કરે છે. તેને ગુણમાં લોલુપ બનેલી સંપત્તિઓ સામેથી જ આવીને તેના કંઠમાં વરમાળા નાખે છે.
વાસુદેવે આવો વિચાર કરીને ના ન પાડી, પણ કહ્યું કે અમે તરત દાસીઓને મોકલીએ છીએ. દૂતે પણ દમિતારિ રાજા પાસે જઈને રાજાને એવી રીતે કહ્યું કે જાણે તમારું કાર્ય સિદ્ધ થઈ ગયું છે.
આ બાજુ રાત્રે પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાઓએ આવીને બળદેવ-વાસુદેવને કહ્યું, તમે પૂર્વભવમાં અમારી સાધના કરેલી છે, હવે અમે સિદ્ધ જ છીએ. અમારી હવેની સાધના કરવાની જરૂર નથી. હર્ષિત બનેલા બંને જણ પ્રાતઃકાળે જઈને વિદ્યાઓની પૂજા કરવા લાગ્યા, બરાબર તે જ સમયે દમિતારિનો દૂત ફરીને પાછો આવી પહોંચ્યો. તેને આવીને બંનેને કહ્યું, ‘અરે નિર્લજ્જ તમે હજી મારા સ્વામીને કેમ દાસીઓ મોકલતા નથી. બળવાનની સાથે વિરોધ કરીને વિનાશ ન પામો.’
કહ્યું છે. અનુચિતવર્ષારંભ: પ્રતિવિરોધો વતીયના સ્પર્ધા । प्रभुवचनेऽपि विमर्शो मृत्योर्द्धाराणि चत्वारि ॥
આ ચાર મૃત્યુના દ્વાર છે. (૧) અયોગ્ય કર્મનો આરંભ કરવો (૨) પ્રજાની સાથે વિરોધ કરવો (૩) બળવાન પુરુષોની સ્પર્ધા કરવી (૪) સ્વામિના વચનમાં વિચાર કરવો.
દૂતના વચનો ઉદ્ધતાઈથી ભરેલા હતા છતાં પણ શાંતિ રાખી બંને ભાઈઓએ પ્રત્યુત્તર આપ્યો કે અરે ભાઈ, મિતારિને બધું જ આપી દેવાનું છે, જો દાસીઓ શણગાર સજી લે તો તું આજે જ તેને તારી સાથે લઈ જા. આ પ્રમાણે દૂતને જવાબ આપીને તેને ઉતરવા માટે આવાસ સ્થાન આપ્યું. બંને ભાઈઓએ કોપાયમાન થઈને વિચાર્યું કે દમિતારિને બતાવીને આપવું પડશે કે દાસી કેવી રીતે મળે છે.
કુળવાન મંત્રીઓની ઉપર રાજ્ય ભાર નાખી દાસીના રૂપને ધારણ કર્યું. બંને ભાઈઓ દાસી રૂપે દૂતની સાથે મિતારિ રાજાની પાસે ગયા. દમિતારિએ તે બંનેની સાથે ઉચિત રીતે વાર્તાલાપ કરી તેઓને કહ્યું - મારી પુત્રી કનકશ્રીને નૃત્ય દ્વારા આનંદ પ્રમોદ કરાવો. બંનેએ દમિતારિ રાજાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેઓ કનકશ્રીની આગળ જઈને સુંદર નૃત્યનો અભિનય કરવા લાગ્યા. અનંતવીર્યના ગીતો પણ ગાવા લાગ્યા. કનકશ્રીએ તેઓને પૂછ્યું કે સખી ! તમે કયા પુરુષોત્તમના ગુણગાન ગાવ છો ?
આ અવસર પ્રાપ્ત કરીને બીજી દાસીએ કહ્યું, હે મૃગાક્ષી ! શુભ નગરી નામની એક નગરી છે. ત્યાંના સ્તિમિતસાગર રાજાને અપરાજિત નામનો મોટો પુત્ર છે. તેની