________________
૨૧૦
श्री सङ्घाचार भाष्यम् હતો. મનુષ્યભવમાં પણ લોકમાં કુતીર્થની બહુલતા છે આથી વિશુદ્ધ ધર્મ શ્રવણ દુર્લભ છે. આ ધર્મશ્રવણ પૂર્વક અહિંસક ધર્મનો સ્વીકાર કરીને ભવસાગર પણ તરી શકાય છે. ધર્મશ્રવણ મળી જાય પણ ધર્મમાં તત્ત્વ રુચિ દુર્લભ છે. કારણકે મિથ્યાત્વના ઉપાસક આ લોકમાં ઘણા મૂઢમતિવાળા જીવો ન્યાયમાર્ગથી ભ્રષ્ટ થાય છે. કદાચિત્ ધર્મશ્રદ્ધા પ્રાપ્ત થઈ જાય, પણ કાયા દ્વારા ધર્મનું પાલન કરવું અત્યંત દુર્લભ છે. કારણકે કામગુણથી શબ્દાદિમાં મૂર્છિત થયેલા જીવો પાપકર્મથી અટકતા નથી.
જે જીવને મનુષ્યભવ પ્રાપ્ત થઈ જાય, ધર્મનું શ્રવણ કરે, ધર્મમાં શ્રદ્ધા રાખે અને વિધિ અનુસારે ધર્મનું પાલન કરે એવો જીવ તરત જ પોતાના કર્મોનો નાશ કરે છે. આથી વિધિની પ્રધાનતા રાખી ધર્માનુષ્ઠાનમાં પ્રયત્ન કરવો. હે ભવ્યજીવો! તમારે શુદ્ધભાવને ધારણ કરવો જોઈએ, કારણ કે અશુદ્ધભાવ સમ્યકત્વને મલીન બનાવે છે. સમ્યકત્વ જ જ્યારે મલીન થઈ જાય છે ત્યારે તપ નિયમ કે વ્રત આદિ ગુણો ઘણુ ફળ આપનારા થતાં નથી. જેમ થોડું પણ ઝેર જીવિતનો નાશ કરે છે તેમ ધર્મમાં સેવેલો થોડો પણ દોષ સુખસમૂહનો નાશ કરે છે, દોષ સમૂહમાં વધારો કરે છે અને
અનેક અનર્થોને ઊભા કરે છે.
કહ્યું છે
ધર્માનુષ્ઠાન વૈતથ્યાત્, પ્રત્યપાયો મહાત્ ભવેત્ । भवेत् रौद्रदुःखौधजननो, दुष्प्रयुक्तादिवौषधात् ॥ ધર્માનુષ્ઠાનમાં દોષ સેવવાથી મહાન અનર્થ થાય છે. જેમ અવિધિએ સેવેલું ઔષધ મહા અનર્થ ઊભો કરે છે, તેમ સદોષ ધર્માનુષ્ઠાનના સેવનથી થયેલ મહાઅનર્થ અનેક ભયંકર દુઃખોના સમુદાયને ઊભા કરી દે છે.
કીર્તિધરમુનિની દેશના સાંભળીને કનકશ્રીએ આ કેવળજ્ઞાનીને પૂછ્યું, ‘પ્રભુ ! મેં પૂર્વના ભવમાં એવા કયા કર્મ કર્યા હશે જેનાથી હું અનર્થકારી પિતાનો વધ તથા ભાઈઓના વિરહને પામી.’
કીર્તિધર કેવળજ્ઞાની બોલ્યા, ‘હે ભદ્રે ! ધાતકી ખંડના પૂર્વભરતમાં શંખપુર નામનું ગામ છે. ત્યાં શ્રીદત્તા નામની સ્ત્રી છે. તે જન્મજાત દરિદ્ર હતી. તે પારકા ઘરના કામકાજ કરીને તેનું જીવન ચલાવતી હતી. રાંધવું, ખાંડવું, પીસવું, ઘર લીંપવું અને પાણી લાવવું વગેરે તેના કામ હતા. એક દિવસ લોકોના ઘરે કામ ન મળવાથી શ્રી પર્વતગિરિમાં લાકડા લેવા માટે ગઈ. ગિરિ ઉપર તેને સત્યયશ નામના મુનિના દર્શન થયા. મુનિના દર્શન થતાં તે ચિંતનમાં ગરક થઈ, ‘અરે હું મારા ત્રણ જન્મને જાણું છું. પૂર્વેના આ ભવોમાં મારુ સ્વચરિત જ એવું હતું જેથી કરીને મેં કાંઈ પણ સારું કામ કર્યું નથી અને તેથી જ હું આ ભવોમાં દુઃખી થઈ છું. મારા જ દુષ્કર્મોથી બળેલી મેં આ ભવમાં એકવાર પણ થોડું પણ સુકૃત નથી કર્યું તેથી પરભવમાં મારે માત્ર દુઃખ જ સહન કરવું પડશે. જન્મથી માંડીને એક પેટ ભરવાની ચિંતાથી મેં અભાગણીએ