________________
श्री सङ्घाचार भाष्यम्
૧૯૧ આપને મોહરાજાની સાથે વેર ક્યાંથી સંભવે?' '
“રાજન, મારે મોહરાજાની સાથે વેરનું કારણ છે. તારા મનને તું સાવધાન કરીને સાંભળ, થોડાક સમય પૂર્વે મેં અનેક દુઃખોને આપનાર દેવાયુ, નરકાયુ અને તિર્યંચાયુ નામના મોહરાજાઓના યોદ્ધાને ચરમ શરીર રૂપ મહાઅસ્ત્ર દ્વારા હણ્યા હતાં.” *
‘ભગવન, તે યોદ્ધાઓને હણ્યા પછી શું થયું?”
રાજન, આ યોદ્ધાઓ યુદ્ધમાં પડ્યા પછી મોહરાજાએ વિવિધ વિકથા રુપી વિજયઢક્કાઓ વગાડી. રણસંગ્રામ માટે તૈયાર થયેલા વિષય આદિ અનેક સૈનિકોનો તુમુલરવ સંભળાવા લાગ્યો.”
અવાજ સાંભળીને મારો ઉપયોગ નામનો જાસૂસ વિચારવા લાગ્યો કે શું અહીંયા કોઈ મહોત્સવ છે? વિચારતા તેને બધો ખ્યાલ આવી ગયો. જાસૂસે માહિતી આપ્યા બાદ મેં તરત જ મોહરાજાના ચક્રવ્યુહની સામે ક્ષપકશ્રેણિના ભૂહને રચ્યો.
ભવ્યચક્રવ્યુહની સામે પકથ્રેણિનો વ્યુહ ઃ
મેં ક્ષપકશ્રેણિના ભૂહમાં મધ્યમાં ચારિત્ર નરેન્દ્રને સ્થાપ્યા. ચારિત્ર નરેન્દ્રની જમણી બાજુમાં તેમના જ શ્રેષ્ઠ પુત્રને મૂક્યો. તેનું નામ યતિધર્મહતું. તે દશ સુભટોથી યુક્ત હતો અને મહાન રથિક હતો. ચારિત્રનરેન્દ્રની ડાબી બાજુ સત્તરભટોથી યુક્ત સંયમ નામનો અતિરથિક યોદ્ધો મૂકાયો. ભૂહની અંદર બીજા પણ બળવાન મહાવ્રતોનામના રથિકો મૂકવામાં આવ્યાં. સંતોષ નામનો મહાવીર યોદ્ધો, બાહ્યતપ, અત્યંતર તપ, ચરણ આ યોદ્ધા પણ તૈયાર થઈ ગયા. એક બાજુ ૭૦ ચરણ સુભટ તથા એક બાજુ ૭૦ કરણ સુભટો ગોઠવાઈ ગયા હતા. * ત્યારબાદ અઢાર હજાર શીલાંગનું પાયદળ પણ ગોઠવાઈ ગયું. તેમની પાછળ શુભ ભાવ નામના મંત્રીની સલાહથી હું અશ્વ પર સવાર થયો. મોહરાજાની સામે યુદ્ધ કરવા માટે યુદ્ધનું મેદાન મારું ચિત્ત હતું. મારા ચિત્તના મેદાનને ધ્યાનરૂપી તીક્ષ્ણ પરશુથી યુદ્ધ કર્યું. મોહની સામે યુદ્ધ કરવા માટે ચિત્તના મેદાનમાં સ્વાધ્યાયની ભેરી વગાડવા પૂર્વક હું પ્રવેશ્યો.
યુદ્ધનો પ્રારંભ થતાં પાયદળના સૈનિકો શત્રુઓના પાયદળના સૈનિકો સાથે, મહાવત મહાવતની સાથે, ઘોડેસવાર ઘોડેસવારની સાથે ભાલા અને બાણથી એકબીજા ઉપર પ્રહાર કરી લાંબા કાળ સુધી યુદ્ધ કરવા લાગ્યા.
દુષ્ટ અભિપ્રાય રુપ ઘોડા ઉપર બેસીને સાંપરાયિક કષાય રૂપી પ્લેચ્છો જ્યારે મારી સામે આવ્યા ત્યારે મેં ત્રણ વિશુદ્ધ યોગરૂપ ભાલોડીયાનો પ્રહાર કરી તેઓને હણી નાખ્યા. પછી શ્રતધર્મપી ધનુષને બોધરુપી દોરીથી સજ્જ કરી જ્ઞાનરૂપી બાણને મિથ્યાત્વરુપ ભિલ્લપતિના હૃદયમાં માર્યું અને મિથ્યાત્વનો વધ થયો. મિથ્યાત્વ ભિલ્લપતિનો વધ થયા પછી મિશ્રજાતિનો મિશ્રદૃષ્ટિ સામંત મારી પાછળ પડ્યો. તેના