________________
૨૦૨
श्री सनाचार भाष्यम् યુદ્ધભૂમિમાં રથ ઉપરથી નીચે ઉતર્યો. પૃથ્વીનાથ શ્રીષેણે પણ પોતાના હાથને તલવારથી સુશોભિત કરીને તરત જ વાહન ઉપરથી નીચે આવીને રણભૂમિને શોભાવી. શ્રેષ્ઠ કૂકડાની જેમ બંને શ્રેષ્ઠ રાજાઓએ મલ્લયુદ્ધ દ્વારા વિસ્મયને ઉપજાવતા એકબીજાની સાથે ઘણાકાળ સુધી યુદ્ધ કર્યું. છેલ્લે શ્રીષેણે કુશળતાથી વિક્રમધ્વજને પોતાના ખેશ દ્વારા દેઢરીતે જોતજોતામાં બાંધી દીધા. પોતાની આજ્ઞા મનાવી અને મુક્ત કર્યા. વિક્રમ ઉપર વિજય મેળવીને મોટી સમૃદ્ધિ સાથે પોતાના નગરમાં ગયા.
એકદિવસ પ્રાતઃકાળમાં શ્રીષેણરાજાએ સ્નાન કરી ઉત્તમ આભૂષણો પહેર્યા. મહાપુણ્યશાળી આ રાજા વિશાળ ગંડસ્થળવાળા હાથી ઉપર બેઠા. મસ્તક ઉપર ઉન્નત છત્ર હોવાથી લોકોને ઘણા દૂરથી પણ રાજાના આગમનનો ખ્યાલ આવવા લાગ્યો. રાજાની કાયાને ગંગાના વારિ જેવા નિર્મળ ચામરથી વીંજવા લાગ્યા. ભાટચારણ જમણો હાથ ઊંચો કરીને રાજાએ મેળવેલા વિજયને વખાણવા લાગ્યા. રાજમાર્ગ ચારેબાજુ વ્યાપી ગયેલા હાથી અશ્વ રથ અને સૈનિકોથી સાંકડો બની ગયો.
મધ જેવા મધુર સ્વરે ગીત ગાતા ગાયકવૃંદ રાજાની કીર્તિનું ગાન કરી રહ્યા હતા. આ પ્રમાણે શ્રીષેણ રાજા યુગાદિનાથ પ્રભુના જિનાલયમાં ગયા.
જિનબિંબના દર્શન થતાં જ રાજાએ ચામર છત્ર તલવાર મુગટ તથા હાથીનો ત્યાગ કર્યો. પોતાના શ્રદ્ધાળુ પરિવાર સાથે તેને એક શાટક ઉત્તરાસંગ કર્યું. વિધિપૂર્વક જિનાલયમાં પ્રવેશ કરીને પ્રભુજીની પ્રતિમાની પૂજા કરી. "
ત્યારપછી મનની એકાગ્રતા પૂર્વક દેવવંદન કરવા લાગ્યા. એ સમયે શ્રાવકવેષને ધારણ કરી કેટલાક પુરુષો ગમે તે રીતે જિનાલયમાં પ્રવેશ્યા. આ નિર્દય પુરુષોએ રાજા ઉપર છરીનો ઘા કર્યો. રાજા તો વિધિશુદ્ધ ચૈત્યવંદનમાં લીન હતા. રાજાની આ ભક્તિથી શાસનદેવીનું મન રંજિત બન્યું. શાસનદેવીએ પેલા નિર્દય પુરુષોને ચંભિત કરી દીધા.
આ પુરુષો ત્યાં ખંભિત થઈ જવાથી અરે ! આ શું થયું એવું કહેતા બધા લોકો ત્યાં આવવા લાગ્યા. રાજાએ પોતાની ડોકને વાળીને પાછળ જોયું તો પેલા પુરુષોને ખંભિત થયેલા દેખ્યા. રાજાએ તેમને અભયદાન આપીને પૂછયું, ત્યારે તેઓએ કહ્યું કે રાજન, વિક્રમરાજાએ આપનો ઘાત કરવા માટે અમને મોકલ્યા છે.
ધિક્કાર થાવ, આવા મહાન દયાળુ રાજાને હણવા માટે આ પાપીઓ તૈયાર થયા છે? આ પ્રમાણેનો વિચાર કરીને શાસનદેવીએ આ પાપીઓને ખંભિત કરી દીધા.
આ હત્યારાઓ શ્રીષેણરાજાની હત્યા કરવા આવ્યા છતાં પણ રાજાના મુખમાં કોઈ પણ જાતનો વિકાર દેખાયો નહિ. રાજા શ્રીષેણે પોતાના આવાસ સ્થાને આવીને તેઓને બોલાવીને ઉલટાનો યથોચિત સત્કાર કર્યો અને તેમને રજા આપી.
હત્યા, લુંટારા, સર્પ, પાણી કે મળરોધ આદિ આતંકો દ્વારા આપણા જીવનનો અંત ન આવે એ પહેલા જ સંગ વિનાના બની જવું, ચારિત્ર ધર્મના ગુણ સમુદાયનો