________________
श्री सङ्घाचार भाष्यम्
૨૦૧ આથી મેં તમને તથા તમારા સૈન્યને સ્વસ્થ કર્યું.”
આટલું કહીને વિજયદેવ એકાએક અંતર્ધાન થયા. ત્યાંતો ગુપ્તચરોએ આવીને રાજાને જણાવ્યું, “સ્વામિનાથ, આપ આજે જ શત્રુના સૈન્ય પર આક્રમણ કરો તો શત્રરાજાની અખિલ સંપત્તિ આપની બની જશે. આમ તો વિક્રમધ્વજ રાજાના સૈન્યની તોલે કોઈ આવી શકે એમ નથી તો પણ ત્યાં આજે આકાશવાણી થઈ છે, “હે નિર્દય! હે નરાધમ! તું આજે જ તારા નગરમાં ચાલ્યો જા. તું તારા કાન બંધ કર. (બીજાનું કાંઈ સાંભળતો નહિ) હવે તારું પુણ્ય ખલાસ થઈ ગયું છે. હવે તું નહિ જાય તો તારું અસ્તિત્વ જ નહિ રહે. જો બે દિવસની અંદર શ્રીષેણ રાજા અહીંયા આવી ગયા તો તારું સપ્તાંગ રાજ્ય ગ્રહણ કરી લેશે. કોષે ભરાઈને તારી ઘણી જ કદર્થના કરશે. પછી તું પાતાળમાં જઈશ તો પણ તને છોડશે નહિ.”
અત્યંત મોટા અવાજે થયેલી આ આકાશવાણીને રાજા વિક્રમ ધ્વજે સાંભળી.. તેણે પોતાના નગરમાં પાછા ફરવાની ઈચ્છા ન હતી, છતાં પણ મંત્રી સામંતોના દબાણથી તેને પોતાના નગર તરફ જવા માટે તૈયાર થવું પડ્યું છે.”
ગુપ્તચરના મુખેથી આ વાત સાંભળી મનમાં અત્યંત હર્ષિત થઈને શ્રીષેણ રાજા વિચારવા લાગ્યો, ‘શ્રીપતિશેઠના ઉત્તમ ચરિત્રથી પ્રસન્ન થયેલા આ વિજયદેવનો જ વિલાસ લાગે છે. આ વિચાર કરીને તરત જ શ્રીષેણ રાજાએ જયભેરી વગાડાવી. ભેરીનો નાદ સાંભળીને સમગ્ર સૈન્ય એકઠું થઈ ગયું. વિક્રમધ્વજ રાજાનું સૈન્ય નજીક આવી પહોંચતા શ્રીષેણરાજાએ પોતાના સૈનિકો દ્વારા કહેવડાવ્યું, હે રાજન, પહેલા તો યુદ્ધ કરવા માટે મદોન્મત્ત બની ગર્જના કરતો હતો અને હવે ઊભી પૂંછડીએ
જ્યારે ભાગી રહ્યો છે ત્યારે તારુ પૌરુષ પણ ક્યાં જતું રહ્યું છે? તું રડતો હોય કે હસતો હોય તો પણ તારો આ મહેમાન આવ્યો જ સમજ. તેથી હવે તમે તેમની ઉચિત આગતા સ્વાગતા કરો.
અરે! રાજા કૂતરો ભાગતો હોય તો પણ ભસતો હોય છે જ્યારે તું તો (કાંઈપણ પ્રતિકાર કર્યા વિના) નાસવા લાગ્યો છે. તેથી તું તો કૂતરાથી પણ ગયો છે.” - દૂતના મુખથી આ સાંભળીને કોપાયમાન બનેલા વિક્રમે જ્યોતિષીઓની પણ અવગણના કરી. પોતાના સૈન્યથી યુક્ત થઈને શ્રીષેણની સામે યુદ્ધની તૈયારી કરી. બંને રાજાના સૈન્યમાં આગળી હરોળમાં યુદ્ધનો આરંભ થઈ રહ્યો હતો ત્યારે શ્રીષેણ રાજાના હૃદયમાં ઘણી કરુણા ઉભરાવા લાગી. શ્રીષેણરાજાએ પોતાના શત્રુને કહ્યું,
ભાઈ, આ યુદ્ધમાં આ બિચારા પ્રાણીઓનો વધ કરીને શું કરવાનું? તું જ મારી સામે તલવાર લઈને આવી જા. હું તરત તારા હાથમાં ઉપડેલી ચળને શાંત કરું.”
શ્રીષેણરાજાની આ વીરહાંકને સાંભળીને વિક્રમરાજાની આંખો ક્રોધથી લાલઘૂમ થઈ ગઈ. યુદ્ધમાં જીતી લેવાની આસ્થાવાળો વિક્રમ તલવારને હાથથી ગ્રહણ કરીને