________________
૧૯૯
श्री सङ्घाचार भाष्यम्
શ્રીપતિ શેઠે ભાનમાં આવેલા રાજાને પૂછયું કે મહારાજા આપને શું થયું હતું ?
રાજાએ પોતાની વેદનાને વ્યક્ત કરી, ‘શ્રીપતિ, થોડી વાર પહેલા કોઈક માણસ અહીં આવ્યો હતો દ્વારપાળ અને સૈનિકો એને અટકાવી ન શક્યા. તેણે આવીને મને લાફો માર્યો. મેં તલવાર ને હાથમાં લીધી છતાં પણ હું બેભાન બની ગયો. બસ મને આટલું જ યાદ છે. મારા બેભાન થયા પછી શું થયું તે તો તમે જાણો જ છો. હે કરુણાલુ શેઠ તમે જેમ મારી ઉપર ઉપકાર કર્યો તેમ મારા આ સૈન્ય ઉપર પણ ઉપકાર કરો.’
રાજાએ આ પ્રમાણે શેઠને કહેતા શ્રીપતીશેઠે પૂર્વના મિત્રદેવનું સ્મરણ કર્યું. તે મિત્રદેવ પણ તરત જ આવ્યો. તેણે આવીને રાજાના સૈનિકોના સઘળા ઉપદ્રવો હરી લીધા. તેણે પોતાના રુપને પ્રગટ કરીને શેઠને પ્રણામ કર્યા. સઘળા સૈન્યના ઉપદ્રવો દૂર થયેલા જાણીને મંત્રીઓનો સમુદાય હરખઘેલો બન્યો. સામંતરાજાઓ પણ પ્રસન્ન બન્યા. લોકો પણ હર્ષ પામ્યા. સૈન્યનો પ્રત્યેક માણસ શ્રીપતિશેઠની પ્રસંશા કરવા લાગ્યો. આશ્ચર્યચકિત રાજાએ તે દેવને પૂછ્યું, ‘હે દેવ ! તારે આ શ્રીપતિ શેઠની સાથે શું સંબંધ છે ?
‘રાજન, પહેલાના સમયમાં હેમપુર નામનું નગર હતું. વિજય નામનો ત્યાં ચોર વસતો હતો. તે બધાને પ્રતિકૂળ હતો. એક દિવસ તેને હેમપુરમાંથી આવીને તમારા વસંતપુરનગરમાં ઘન નામના ધનવાનને ત્યાંથી ઘણું ધન ઊઠાવ્યું. ધનને ચોરીને જ્યાં તે નાસવા લાગ્યો ત્યાં અચાનક આવી પહોંચેલા આરક્ષકોએ આ ચોરને જોઈ લીધો. તેને તમારી પાસે લાવ્યો. તમે એને શૂળીએ ચઢાવાની આજ્ઞા આપી. વધ્યભૂમિમાં અત્યંત વિલાપ કરતા વિજ્યને યમરાજાની જીભ સમાન શૂળીમાં અનેક વિડંબના કરીને લટકાવી દીધો.’
એ સમયે ઉજ્જવલ વેષથી શોભાયમાન શરીરવાળા, અલ્પ પણ અમૂલ્ય આભૂષણવાળા અને પૂજાની સામગ્રી ધારણ કરી ભક્તિભાવથી પૂર્ણ તથા પુત્ર મિત્ર ભાર્યા આદિ પરિવાર સહિત સ્મશાનની સમીપમાં વાવડી કૂવો ફુલ અને ફળથી મનોહર પોતાના ઉદ્યાનમાં રહેલ જિનાલયમાં શ્રીપતિ શેઠ આવ્યા.
સચિત્ત વસ્તુઓનો ત્યાગ, અચિત્ત દ્રવ્ય આદિનું ગ્રહણ, એક શાટક ઉત્તરાસંગ, મસ્તકમાં અંજલિ સ્થાપવી અને મનને એકાગ્ર કરવું આ પાંચે પ્રકારના અભિગમને સારી રીતે કરીને અને જિનેશ્વરોને ‘નમો જિણાણું’ કહીને શ્રીપતિએ સપરિવાર જિનાલયમાં પ્રવેશ કર્યો. પ્રભુના દેહ ઉપરથી નિર્માલ્યને ઉતાર્યું. ઉત્તમજાતિના ફુલો દ્વારા પૂજા કરી. અંતે ચૈત્યવંદનની પરિપૂર્ણ વિધિથી દેવવંદન કરીને તેઓ જિનાલયની બહાર નીકળ્યા. જ્યાં જિનાલયની બહાર આવ્યા ત્યાંતો વિજયચોરનો જીવ કંઠે આવીને અટક્યો હતો. અત્યંત તૃષાતુર થયેલા વિજયે શેઠની પાસે પાણી માંગ્યું. વિજયચોર ક્રૂર હતો છતાં પણ અગણ્ય કારુણ્યના સાગર શ્રીપતિ