________________
૧૯૭
श्री सङ्घाचार भाष्यम्
વૃદ્ધ સંપ્રદાયને અનુસારે સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર વિના દેવપૂજા કરવી કલ્પતી નથી.
અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે - - વજ્જુ વિના હાર્યાં રેવાાં સ્ત્રીનનેન 7- સ્ત્રીઓએ કંચુકનું પરિધાન કર્યા વિના દેવપૂજા ન કરવી.
પાંચમો અભિગમ : જિનેશ્વર પ્રભુના દર્શન થાય ત્યારે મસ્તક ઉપર અંજલિ સ્થાપન કરવી.
इय पंचविहाभिगमो अहवा मुच्चंति रायचिह्नाई । खग्गं छत्तोवाणह मउडं चमरे अ पंचमए ॥ २१ ॥
ગાથાર્થ : ઉપરોક્ત ગાથામાં બતાવવામાં આવેલા પાંચ પ્રકારનો અભિગમ છે. અથવા બીજો પાંચ પ્રકારનો અભિગમ તલવાર, છત્ર, મોજડી, મુગટ અને પાંચમુ ચામર એ રાજ ચિહ્નો બહાર મૂકી દે છે.
ટીકાર્થ : સચ્ચિત્ત દવમુઝ્ઝાણ... ગાથામાં બતાવવામાં આવેલ પાંચ પ્રકારનો અભિગમ થાય છે.
પાંચમા અંગમાં કહ્યું છે : જિનાલયમાં પાંચ અભિગમ પૂર્વક જવું. (૧) સચિત્ત દ્રવ્યનો ત્યાગ (૨) અચિત્ત દ્રવ્યનો અત્યાગ (૩) એક શાટક ઉત્તરાસંગ (૪) પ્રભુના દર્શન થતાં મસ્તક ઉપર અંજલિ જોડવી. (૫) મનને એકાગ્ર બનાવવું. ક્યાંક અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો એવો પાઠ પણ છે. અહીંયા અચિત્ત એટલે છત્ર આદિનો ત્યાગ કરવો.
અન્યત્ર પણ કહ્યું છે -
पुप्फतंबोलमाईणि, सचित्ताणि विवज्जए । छत्तवाहणमाईणि, अचित्ताणि तहेव य ॥
જીનાલયમાં જતા પહેલા પુષ્પ તંબોલ આદિ સચિત્તનો અને છત્ર આદિ અચિત્તનો ત્યાગ કરવો.
રાજા આદિ મહાઋદ્ધિવાળા જ્યારે જિનાલયમાં પ્રવેશ કરે ત્યારે તેમને પાંચ અભિગમનું પાલન કરવા માટે રાજ ચિહ્નોનો ત્યાગ કરવાનો હોય છે.
ગાથામાં આપેલ અહવા શબ્દ બે વાત સૂચવે છે. (૧) મહાઋદ્ધિવાળા રાજા આદિ હોય તો તેઓ ચૈત્યમાં પ્રવેશતા પહેલા તલવાર આદિનો ત્યાગ કરવા રૂપ પાંચ અભિગમ કરે. અથવા (૨) માત્ર સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરાય એવું નહિ પણ ખડ્ગ આદિ અચિત્ત દ્રવ્યો- રાજચિહ્નોનોં પણ ત્યાગ કરીને જિનાલયમાં પ્રવેશ કરવો.
સિદ્ધાંતમાં પણ કહ્યું છે : વધુ રાયવહારૂં પંચ વાયદમૂવાડું સાં छत्तोवाणह मउडं तह चामराओ य ।
શ્રેષ્ઠ રાજાના ચિહ્નભૂત એવા પાંચ રાજચિહ્ન ખડ્ગ છત્ર જોડા મુગટ તથા ચામરનો જિનાલયમાં ત્યાગ કરવો.