________________
૧૯૬
श्री सङ्घाचार भाष्यम् નિવસન વસ્ત્ર (ધોતી આદિ)થી ઉત્તરાસંગ ન કરી શકાય. નિવસન વસ્ત્ર એટલે અંતરીય વસ્ત્ર (અધોવસ્ત્ર). આ અધોવસ્ત્રથી ઉત્તરાસંગ ન કરાય.
કલ્પ નિશીથ ચર્ષિ :- નિવાસનને અધોવસ્ત્ર કહેવામાં આવે છે. એક શાટક ઉત્તરાસંગ
અહીં એક શબ્દનો પ્રયોગ કર્યો હોવાથી ઉત્તરાસંગમાં અનેક વસ્ત્રનો નિષેધ થાય છે. પરંતુ ઉત્તરાસંગથી ઉપરના વસ્ત્રનો (ખેશ)નો નિષેધ થતો નથી. અર્થાત્ ખેશ અવશ્ય રાખવાનો છે.
તાત્પર્ય એ છે કે એક વસ્ત્રનું પરિધાન કરીને અર્થાત્ એક વસ્ત્ર ધોતીયું પહેરીને ઉપરના શરીરને ઢાંકવા માટે એક વસ્ત્રનું (ખેશનું) પરિધાન કરે.
પંચાશક વૃત્તિમાં કહ્યું છે : ક્વસ્ત્રપરિધાન: નિ ચોપરિતવUT તોરીસા: – એક વસ્ત્ર દ્વારા શરીરના નીચેના ભાગને આચ્છાદિત કરવાનું છે અને ઉપરના એક વસ્ત્ર દ્વારા ઉત્તરાસંગ કરવાનું છે. - માર્કંડેય પુરાણમાં પણ કહ્યું છે. નૈક્વUT મુક્કીત,નસુયાવતાર્થનમાં એક જ વસ્ત્ર પહેરીને ભોજન ન કરવું તેમજ દેવપૂજા પણ ન કરવી.
પૂજામાં બે જ વસ્ત્રનો ઉપયોગ કરવો એવું વિધાન પુરુષને આશ્રયીને કરવામાં આવ્યું છે. પરંતુ સ્ત્રીએ તો પોતાના ગાત્રને વિશેષથી આચ્છાદિત કરવાનું છે. સ્ત્રી પોતાના શરીરને વિશેષ પણે ઢાંકી વિનયથી નમ્ર ગાત્ર ધારણ કરી પૂજા કરે.
આગમ વિગોવા યત્ન – વિનયથી નમ્ર બનેલી તનુલતાવાળી સ્ત્રી પૂજાદિ કરે.
સ્ત્રીના શરીર દ્વારા અવિનય આદિ ન થાય એ જ કારણે નમુસ્કુર્ણ દિના સ્તોત્ર પાઠની વેળાએ મસ્તક ઉપર અંજલિ સ્થાપિત કરાતી નથી. કેમકે તેમ કરવાથી છાતી આદિ દેખાવવાનો પ્રસંગ ઊભો થાય છે. જે અવિનય સ્વરૂપ છે.
દ્રૌપદીના પ્રસંગમાં ‘રયત્ન શીવ રૃ વં વાસી' મસ્તક ઉપર બે હાથ જોડીને આ પ્રમાણે બોલે છે. અહીંયા જે મસ્તક ઉપર બે હાથ રાખીને એવું જે કહ્યું છે તે પૂંછણા વખતે બે હાથને જોડી મસ્તકની આગળ ફેરવવા પૂર્વક ભક્તિ કરવી, એવું સૂચવે છે. પરંતુ પુરુષની જેમ સર્વત્ર મસ્તક ઉપર બે હાથ જોડવા તેવું નથી જણાવવામાં આવ્યું. પૂંછણા વખતે બે હાથને મંડલાકારે ફેરવવાના છે, પણ મસ્તક ઉપર બે હાથ જોડીને સૂત્ર સ્ત્રીએ નથી બોલવાના.
જેમ રાજાઆદિને વિનંતી કરતી વેળાએ આદિમાં મસ્તક ઉપર હાથ જોડવાના છે પરંતુ વિનંતી કરતી વખતે હાથ લઈ લેવાય છે. આ વાત પૂર્વમાં પણ કરવામાં આવેલી છે.
આ વિષયમાં આગમ સાથે વિરોધ ઊભો ન થાય તે રીતે વિચાર કરવો. હાલમાં