________________
૧૯૪
श्री सङ्घाचार भाष्यम् ત્યારપછી મેં ધ્યાનાંતરિકા નામનું વસ્ત્ર આકાશમાં ભમાવ્યું અને કેવળ લક્ષ્મી મને વરી. દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી.
નરવાહન રાજન, આ શત્રુઓના સમૂહને હણવા માટે હું વ્યગ્ર સયોગી હતો અને હવે જ્યારે સઘળા શત્રુઓ નાશ પામ્યા ત્યારે હું અયોગી બન્યો છું.”
સુધર્મગુરુના મુખેથી તેમની વ્યગ્રતાનું કારણ સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેમની સ્તુતિ કરી, “હે ભગવન, જગતમાં સાપ જેવા ક્રૂર સ્વભાવવાળા આ શત્રુઓને જગતમાં અસાધારણ વીર એવા આપે હણ્યા એ ઉચિત છે.”
રાજાએ પોતાના ઘરે જઈ રાજ્ય ઉપર અમોઘરથને સ્થાપિત કર્યો. સમતાભાવમાં લીન થયેલા નરવાહન રાજાએ સુધર્મગુરુની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. અંતે અણસણ કરી એકાગ્રતા સહિત અને નિયાણાનો ત્યાગ કરી ત્રીજા દેવલોકમાં ગયા. અંતે નરવાહનરાજાએ ત્રીજા ભવમાં મોક્ષને પ્રાપ્ત કર્યો.
હે ભવ્યજીવો! મનુષ્યોનેહર્ષ કરાવનાર નરવાહન રાજાનું સુંદર વૃત્તાંત સાંભળી જિનાલય, જિનેશ્વર અને મુનિભગવંતના ધ્યાનમાં યત્ન કરો.
ઈતિ નરવાહનરાજાનું દૃષ્ટાંત સમાપ્ત પ્રણિધાન નામનું દશમુંત્રિક સમાપ્ત થયું. અહીંયા શિષ્ય શંકા કરે છે કે આપે દશત્રિકમાંથી છ ત્રિકની વ્યાખ્યા કરી. હવે બાકી રહેલા ૪ ત્રિકનો શું અર્થ છે? શિષ્યની શંકાનો ઉત્તર ગાથાના ઉત્તરાર્ધ દ્વારા આપે છે.
ઉત્તરાર્ધ દ્વિતીય પાદ - સેતિયસ્થ ૩પત્તિ છે. ૨૨ ગાથાર્થ - છ ને છોડીને બાકીના ૪ ત્રિકનો અર્થ પ્રકટ છે.
પ્રદક્ષિણા ત્રિક, પ્રણામ ત્રિક, ત્રિદિશા નિરીક્ષણ ત્યાગત્રિક અને ભૂમિ પ્રમાર્જના ત્રિક આ ચારે ત્રિકનો અર્થપ્રગટ હોવાથી ભાષ્યમાં કહ્યો નથી. ટીકામાં પ્રસંગને અનુસારે આ ચારે ત્રિકનો અર્થ કરવામાં આવ્યો છે. લઘુભાષ્યમાં દશબિરનું ફળ :
कम्माण मोहणीयं जं बलियं तीसठाणगनिबद्धं । તવ પર્વ તિરસ રોટ્ટ નાયā i ?
इय दहतियसंजुत्तं वंदणयं जो जिणाणं तिक्कालं । - સુvi નો ડવડો સો પાવ સાયં યા છે
ત્રીશ પ્રકારના સ્થાનથી બંધાયેલ મોહનીય કર્મ બધાં જ કર્મોમાં બળવાન છે. આ મોહનીય કર્મનો નાશ કરવા માટે દશત્રિક કરવાના હોય છે.
જે જિનભક્ત જિનેશ્વર પ્રભુને દશત્રિક થી યુક્ત ચૈત્યવંદન ત્રણ કાળ ઉપયોગ પૂર્વક કરે છે તે શાશ્વત સ્થાન મોક્ષને પ્રાપ્ત કરે છે.
દશગિક નામનું પ્રદામ દ્વારા સમાપ્ત