________________
श्री सङ्घाचार भाष्यम्
૧૯૫ અવતરણઃ પૂર્વમાં કહેવામાં આવ્યું હતું કે સાધુ તથા શ્રાવકને ચૈત્યવંદનના વિષયમાં લગભગ બહુ સમાનતા છે, પણ શ્રાવકો માટે થોડી વિશેષતા છે. ચૈત્યવંદન કરવાની કામનાવાળો શ્રાવક જો મહાઋદ્ધિવાળો હોય તો તે શ્રીષેણ રાજાની જેમ ચૈત્યવંદન કરે અને સામાન્ય ઋદ્ધિવાળો હોય તો શ્રીપતિ શેઠની જેમ કરે.
જો રાજા હોય તો ‘સવ્યા, રૂઠ્ઠી વ્યાણ વિત્તી સબંન્ને ત્રિપુરિસે' આવા વચનના અનુસાર બધાં પ્રકારની ઋદ્ધિ, બધા પ્રકારની કાંતિ, સર્વ પ્રકારનું બળ અને પોતાના બધા પુરુષો સાથે જિનાલયમાં જવું.
પોતાની પાસે સામાન્ય સંપત્તિ હોય તો ઉદ્ધતાઈનો પરિહાર કરવો. અર્થાત્ પોતાની સંપત્તિનો દેખાડો ન કરવો. પરંતુ લોકો ઉપહાસ ન કરે તે રીતે ચૈત્યને વાંદવા જાય.
ચૈત્યમાં પ્રવેશ કરતી વખતે પાંચ પ્રકારના અભિગમને કરવાનો હોય છે. માટે હવે પાંચ પ્રકારના અભિગમ નામનું બીજું દ્વાર બતાવે છે.
. सचित्तदव्वमुज्झण १ मच्चित्तमणुज्झणं २ अणेगत्तं ३ ।
इगसाडिउत्तरासंग ४ अंजली सिरसिजिणदिढे ॥२०॥ ગાથાર્થ ઃ જિનાલયમાં પાંચ અભિગમ સાચવવાના હોય છે. (૧) સચિત્ત દ્રવ્યનો ત્યાગ (૨) અચિત્ત દ્રવ્યનો અત્યાગ (૩) મનની એકાગ્રતા (૪) એક શાટક ઉત્તરાસંગ (૫) જિનેશ્વર પ્રભુના દર્શન થતા એક શાટક ઉત્તરાસંગ કરવું.
ટીકાર્ય : જિનાલયમાં પાંચ અભિગમ સાચવવાના છે. (૧) સચિત્તદ્રવ્યનો પરિત્યાગ - પોતાના શરીર ઉપર રહેલ સચિત્ત દ્રવ્યો જેવા કે ફુલ, પાન આદિનો જિનાલયમાં પ્રવેશ પહેલા ત્યાગ કરવાનો છે. (૨) અચિત્ત દ્રવ્યનો અત્યાગ -મુગુટ કુંડલ બાજુબંધ આદિ અચિત્ત આભૂષણોનો ત્યાગ નથી કરવાનો. (૩) મનની એકાગ્રતા - રાગ દ્વેષનો ત્યાગ કરી મનઃ સમાધિ કેળવવાની છે. અર્થાત્ ચૈત્યમાં પ્રવેશ કરી મનમાંથી ચેત્યના સંબંધ વિનાના અન્ય વિષયમાંથી મનને હટાવી લેવાનું અને મનને ચૈત્યગત વિષયમાં એકાગ્ર બનાવવું. (૪) એક શાટક ઉત્તરાસંગ - ઉત્તરાસંગ એટલે ઉપરનું વસ્ત્ર- એસ. સાંધેલું ન હોય અને બંને છેડે દશી વાળું હોય તેને શાટક કહેવાય છે. આવું એક શાટકવાળુ ઉત્તરાસંગ લેવાનું છે.
આચારાંગચૂર્ણિઃ સાડો- ઉત્તરાસંગ એક શાટકવાળો લેવાનો છે. શાહકને પ્રાવરણ પણ કહેવાય છે. પ્રાચરણ દ્વારા ઉત્તરાસંગ કરાય છે તેને ઉત્તરીયકરણ પણ કહેવાય છે.
કલ્પચૂર્ણિમાં પણ કહ્યું છે કરિનં નામ પાવરV – ઉત્તરીયને ખાવરણ કહે છે. ક્યાંય ઉત્તરીય પંગુરણ પણ કહેવાય છે. આ પ્રમાણે એક પંગુરણવસ્ત્ર દ્વારા ઉત્તરાસંગ કરાય છે. પંગુરણ દ્વારા ઉત્તરાસંગ કરાય છે તેનો અર્થ એ નીકળે છે કે સંતીસા મોuીયાર્દિ- શ્રમણ સૂત્રમાં મોહનીયનાત્રીશ સ્થાન બતાવવામાં આવ્યા છે.