________________
श्री सङ्घाचार भाष्यम्
૧૮૯ ભૂખ ભાંગી. રાજ્યપુરમાં તેને રહેવા માટે જગ્યા ન મળતાં રાત્રે નગરની બહાર બગીચામાં પહોંચ્યો.
ઉદ્યાનમાં પહોંચેલા રાજાને સુધર્મનામના ગુરુ ભગવંતે કહ્યું, ‘નરવાહન રાજા! હાથી તારું અપહરણ કરીને તને અહીંયા લાવ્યો છે.”
મહારાજ ! તમે મને ક્યાંથી ઓળખો છો?” રાજાએ પૂછયું.
“રાજનું! તારા દેશમાં તું ધર્મકથાનો નિષેધ કરતો હોવાથી તે સર્વત્ર પ્રખ્યાત જ છે. સુધર્મ ગુરુભગવંતની આ વાત સાંભળી લજ્જાથી નીચા મોઢા વાળા રાજાને ફરી પણ ગુરુભગવંતે કહ્યું,
નરવાહન!પોતાનું રક્ષણ થવું આદિ ધર્મનું ફળપ્રગટ હોવા છતાં પણ પરલોકમાં કલ્યાણની ઈચ્છા વિનાના મૂઢ જીવો ધર્મમાર્ગથી કેમ કરીને ભ્રષ્ટ થાય છે. જેઓ આ ગુરુભગવંતોની નિંદા અને લોકવિરુદ્ધ કાર્યોને કરે છે તથા પોતાનો ઉત્કર્ષ કરતા રહે છે તેઓ તારી માફક અનેક અનર્થોને પ્રાપ્ત કરે છે.”
રાજન, હજુ પણ કાંઈ બગડ્યું નથી. તું વિશુદ્ધ માર્ગસેવ. જે મનુષ્ય નીતિમાર્ગનું પાલન કરે છે તેની પાસે દૂર ગયેલી લક્ષ્મી પણ આવી જાય છે.'
ગુરુભગવંતની દેશના સાંભળ્યા બાદ રાજા લઘુકર્મી થયો હોવાથી પશ્ચાતાપ કરવા લાગ્યો. ગુરુભગવંતના ચરણમાં પડીને વિનંતી કરી, “ભગવન્! આ પાપોથી હું કેવી રીતે મૂકાઈશ?” ‘નરવાહન! જિનેશ્વર અને મુનિભગવંતોને વંદન કરવાથી પાપ નાશ થાય છે.”
अभिगमणवंदणनमंसणेण पडिपुच्छणेण साहूणं ।
चिरसंचिअंपि कम्मं खणेण विरलत्तणमुवेइ ॥ સાધુ ભગવંતોની સન્મુખ જવું, વંદન કરવું, નમસ્કાર કરવો અને સેવા કાર્યની પૃચ્છા કરવી આદિ દ્વારા દીર્ઘકાળથી ઉપાર્જન કરેલા કર્મો ક્ષણવારમાં ઓછા થઈ જાય
જિનેશ્વર પ્રભુના પ્રણિધાનથી સઘળાય સુખોના કારણભૂત શુભગુરુનો યોગ, માર્ગાનુસારિતા, ભવનો વૈરાગ્ય, ગુરુ અને દેવ ઉપર બહુમાન, પરલોકમાં ઈષ્ટ ફળની સિદ્ધિ, લોક વિરુદ્ધનો ત્યાગ અને પરોપકારીપણુ આદિ પ્રાપ્ત થાય છે.”
દેશના સાંભળીને રાજાનું મિથ્યાત્વ ચાલ્યું ગયું. સુધર્મ ગુરુભગવંતને નમસ્કાર કરીને તેણે સમ્યકત્વનો સ્વીકાર કર્યો. સમ્યકત્વનો સ્વીકાર કર્યા પછી રાજા જિનેશ્વર અને મુનિભગવંતના પ્રણિધાનમાં તત્પર રહેવા લાગ્યો. પોતે કરેલા દુષ્કતોની નિંદા કરીને પોતાના દિવસો પસાર કરવા લાગ્યો.
એક દિવસ પોતાનું સૈન્ય આવી પહોંચ્યું. રાજાએ ગુરુભગવંતને નમસ્કાર કરીને કહ્યું, “પ્રભુ! ક્યારેક કૃપા કરીને અમારી નગરી વિદિશામાં આપ પધારજો.' વિનંતી