________________
૧૯૦
श्री सङ्घाचार भाष्यम् કરીને રાજા પોતાના નગરમાં ગયો. પ્રિયદર્શના દેવીએ તેમને આજ સુધીનું વૃત્તાંત પૂછ્યું. રાજાએ પણ હાથી દ્વારા કરાયેલા અપહરણથી લઈને જિનધર્મની પ્રાપ્તિ પર્યતનું પોતાનું વૃત્તાંત તેમને જણાવ્યું. શુદ્ધ સમ્યકત્વી બનેલો રાજા મુનિભગવંતોની ઉપાસના, જિનપૂજામાં તત્પરતા, ધાર્મિક જીવો પ્રત્યે બહુમાન અને સુપ્રણિધાનને ધારણ કરી રાજ્યનું જતન કરવા લાગ્યો.
એક દિવસ આચાર્ય ભગવંત સુધર્મસૂરિ મહારાજા વિદિશા નગરીમાં આવી પહોંચ્યા. ઉદ્યાનપાલકે ગુરુભગવંતના આગમનના સમાચાર આપ્યા. રાજા સર્વઋદ્ધિ સાથે મુનિભગવંતને વંદન કરવા માટે નીકળ્યો. પ્રિયદર્શન અને પુત્ર અમોઘરથની સાથે રાજાએ સુધર્મસૂરિના ચરણોમાં નમસ્કાર કર્યા. રાજાએ વિનયપૂર્વક બે હાથ જોડીને સૂરિભગવંતને વિનંતી કરી, “ભગવન્! આપે આપના ચરણારવિંદના વંદન નહિ કરાવીને ઘણા સમય સુધી અમારી ઉપર કૃપા કેમ નહિ કરી?”
“રાજન, અમે હમણા ઘણા વ્યગ્ર હતાં. તેથી તારા નગરમાં આવી શક્યા નહિ.
ગુરુભગવંત, આપે તો આરંભ સમારંભનો ત્યાગ કરેલો છે, સર્વસંગથી મુક્ત બન્યા છો તો પછી આપને એવી કઈ વ્યાકુળતા છે?”
રાજન, અમે યુદ્ધમાં રોકાયેલા હોવાથી વ્યગ્ર હતા.'
ભગવન, આપતો શત્રુ અને મિત્રમાં સમાન બુદ્ધિવાળા છો, ક્ષેત્રાદિના વિરોધના કારણનું ઉમૂલન કરવાવાળા છો, પ્રશમભાવ આપની ધનસંપત્તિ છે અને આપની પાસે કોઈ શસ્ત્રો તો છે નહિ. તો પછી આપને યુદ્ધ ક્યાંથી કરવાનું હોય? મને મોટું આશ્ચર્ય લાગે છે. આપ કૃપા કરીને કહો કે ક્યા કારણે આપને યુદ્ધ થયું છે?”
રાજન, મેં જે યુદ્ધ કર્યું છે તેની મોટી કથા છે. સાંભળ, એક દિવસ હું પ્રમતસંયતવનમાં પહોંચી ગયો હતો. આ સમાચાર પ્રમાદ નામના જાસૂસ પાસેથી સાંભળીને તરત જ મોહરાજાએ ભવચક્રનો યૂહ રચીને મારી ઉપર આક્રમણ કર્યું.”
મોહરાજાએ રચેલો ભવચક્રનો ગૂહ :
મોહરાજાએ મારી સામે આ પ્રમાણે ભવચક્રનો વ્યુહ રચ્યો. ચક્રની આગળની ધારમાં (આરામાં) અનંતાનુબંધી યોદ્ધાઓને ઊભા રાખ્યા. ડાબી બાજુ દર્શનમોહને અને જમણી બાજુ ચારિત્ર મોહને ગોઠવી દીધા. બે પડખે આયુષ્ય કર્મને અને નામ કર્મને રાખ્યા. પાછળની ધારમાં વેદનીય કર્મ અને ગોત્રકર્મ નામના યોદ્ધાને સ્થાપ્યા. આ જગતમાં સૌથી બળવાન કામ યોદ્ધાને નોકષાય સહિત આગળના આરામાં મૂક્યા. પડખાના પાછળના આરામાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મ નામના સામંતોને ગોઠવી દીધાં. ભવચક્રના યૂહની સુદઢનાભિ સમા મધ્ય કેન્દ્રમાં મોહરાજા ગોઠવાયા.
વચ્ચે રાજાએ પૂછી લીધું, “ભગવન, આપ તો ત્રણે જગતનું હિત ઈચ્છનારા છો.