________________
૧૮૭
श्री सङ्घाचार भाष्यम् ફળદાયી બને છે.
રાજાના ત્રીજા પ્રશ્નનો પ્રત્યુત્તર :
રાજા! તારો ત્રીજો પ્રશ્ન - અપ્રસન્ન મનવાળા જિનેશ્વર આદિને પ્રાર્થના કરવાથી શું ફળ મળે તે પણ બરાબર નથી. કારણકે ચિંતામણિ રત્ન અચેતન છે છતાં પણ તેઓ સજ્જનોને ફળદાયી બને જ છે.
જિનેશ્વર ભગવંતો પણ કોપ પ્રસાદ વિનાના હોવા છતાં પણ જ્ઞાનાદિના ધારક હોવાથી પૂજનીય છે, કારણકે આ જિનેશ્વરો પૂજકના મનની પ્રસન્નતાનું કારણ બને
જેમ જ્ઞાનાદિ ગુણો મનની પ્રસન્નતાનું કારણ છે તેમ જિનેશ્વર પ્રભુ પણ પ્રસન્નતાનું કારણ બને છે.
આમ ગુરુભગવંતે યુક્તિ સભર જવાબ આપ્યો, તેનો પ્રત્યુત્તર આપવા માટે અસમર્થ હોવાથી રાજા રોષાયમાન થયો અને તર્જન કરવા લાગ્યો. ' કહ્યું છે - પ્રશાંતતિ શાસ્ત્રાવપ્રતિપાનમ્ .
રોપાયામિનવોવી, શમનીયમિવ વરે જેમની બુદ્ધિ સ્વસ્થ નથી તેવા જીવોને શાસ્ત્રનું જ્ઞાન આપવાથી બુદ્ધિમાં ભેદ થાય છે. જેમ નવા આવેલા તાવમાં ઔષધ દોષનું કારણ થાય છે.
સુવ્રતાચાર્યે બોધ આપવા છતાં નરવાહન રાજા મહાત્માની તર્જના કરવા લાગ્યા. આની જાણ થતાં જ રાણી પ્રિયદર્શન અને પુત્ર અમોઘરથ ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજાને કહ્યું, “સ્વામિનાથ ! આ કરવું ઉચિત નથી લાગતું.' કહ્યું છે. રૂદહીતિથી ૩ લિંડિ રિસી રોડ઼વયં સિT I
अक्कोसिया उ वहबंधणाइं पुण ताडिया मरणं ॥ સ્વામિનાથ, સાધુ ભગવંતોની હલના કરવામાં આવે તો નુકસાન થાય છે, તેમની હસીમજાક કરવામાં આવે તો રડવાનો વારો આવે છે, તેમના પ્રતિ આક્રોશ કરવામાં આવે તો વધબંધન થાય છે અને તેમને મારવામાં આવે તો મારનારને મરણ પ્રાપ્ત થાય છે. તથા, તપસ્વિનિ ક્ષમાશીને, નાતિવામાન્.
अतिसंघर्षणादग्निश्चंदनादपि जायते ॥ મહાત્મા તપસ્વી હોય તથા ક્ષમાવાન હોય તો તેમને કર્કશ વચનો ન કહેવાય. ચંદન ભલે શીતળ હોય તો પણ તેને ઘણું ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
રાણી તથા રાજપુત્રે ઘણુ સમજાવ્યા બાદ રાજા થોડું સમજ્યો. રાજાએ કહ્યું કે તેઓને મારા દેશમાં રહેવું હો તો ભલે રહે, પણ તેઓએ ધર્મનો ઉપદેશ આપવાનો નહિ.