________________
૧૮૬
श्री सङ्घाचार भाष्यम् અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે -
ग्रीष्महेमंतकान् मासानष्टौ भिक्षुः सदा चरेत् ।
दयार्थं सर्वभूतानां वर्षास्वेकत्र संवसेत् ॥ ઉનાળા અને શિયાળાના આઠ મહિના સુધી ભિક્ષુ સદા ફરતો રહે છે, પરંતુ સર્વ પ્રાણીઓની દયા માટે ચોમાસામાં એક સ્થાને જ રહેવું જોઈએ. માર્કડઋષિ - સર્વસંપરિત્યા, બ્રહ્મસ્વર્યમોપિતા
जितेन्द्रियत्वमावासे, नैकस्मिन् वसतिश्चिरम् ॥ માર્કડઋષિએ પણ કહ્યું છે કે સાધુઓએ સર્વ સંગનો ત્યાગ કરવો જોઈએ, બ્રહ્મચર્યને ધારણ કરવું, ક્ષમાશીલ રહેવું, ઈન્દ્રિયોને જીતી લેવી અને એક આવાસમાં લાંબા કાળ સુધી ન રહેવું. ભીક્ષા દ્વારા ઉદરપૂર્તિ કરનાર સાધુ અવંદનીય નથી ?
आरंभनियत्ताणं धम्मसरीरस्स रक्खणनिमित्तं ।
भिक्खोवजीवगत्तं पसंसिअं नणु महेसीणं ॥ સાધુ ભગવંતો આરંભ સમારંભથી નિવૃત્ત થયેલા છે, માટે આવા મહર્ષિઓએ ધર્મના સાધનભૂત શરીરની રક્ષા માટે ભિક્ષા દ્વારા ઉદરપૂર્તિ કરવી તે પ્રશંસનીય છે. કહ્યું પણ છે- વરેન માધુરી વૃત્તિમપિ પ્રાંતભુનાપા
ન્ન નૈવ મુન્ગીત ગૃહસ્પતિસમાપિ . --- જેમ ભ્રમર બધા પુષ્પોમાંથી થોડો થોડો રસ પીએ છે તેમ બધા ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લેવા સ્વરૂપ માધુકરી ભિક્ષા સામાન્ય કુળોમાંથી પણ ગ્રહણ કરે, પરંતુ બૃહસ્પતિ જેવા ઊંચા એક ઘરમાંથી પણ બધી ભિક્ષા ગ્રહણ ન કરવી.
अवधूतां च पूतां च मूर्खाद्यैः परिनिन्दिताम् ।
चरेन् माधुकरी वृत्तिं, सर्वपापप्रणाशिनीम् ॥ માન સન્માનથી ન મળતી હોય, શુદ્ધ કરેલી તથા પૂર્ણ પુરુષો જેની નિંદા કરતા હોય તેવી ભિક્ષા જો બતાલીશ દોષ વિનાની હોય તો સર્વપાપોને નાશ કરનારી માધુકરી વૃત્તિને સાધુ મેળવે.
અહીંયા અનુમાન આ પ્રમાણે છેઃ આ માધુકરી ભિક્ષા ગુણકારી છે, કારણકે મુનિઓ મમત્વ વિનાના હોવાથી ભાવમળની શુદ્ધિ કરનાર આ ભિક્ષા બને છે. જેમ મુનિજનોને સુતીર્થયાત્રા પ્રશંસનીય બને છે, તેમ આ ભિક્ષા પ્રશંસનીય બને છે. વ્યાસઃ સાધૂનાં વર્ણન શ્રેષ્ઠ, તીર્થભૂતા હિસાવિ :
તીર્થ પુનાતિ જોન, સઃ સાધુસમાનમ: સાધુઓનું દર્શન શ્રેષ્ઠ છે. સાધુ ભગવંતો તીર્થ સ્વરૂપ છે. (તીર્થ કરતા પણ સાધુ દર્શન શ્રેષ્ઠ છે, કારણકે તીર્થકો કાળે ફળે છે, પરંતુ સાધુસમાગમ તો તરત