________________
૧૮૩
श्री सङ्घाचार भाष्यम् નરકમાં લઈ જાય છે અને ક્ષણવારમાં મોક્ષમાં લઈ જાય છે.
આ મનના પરિણામોની વિશુદ્ધિની જો ઈચ્છા હોય તો શુભ આલંબન લઈને હરહંમેશ જિનેશ્વર પ્રભુની પૂજા કરવી જોઈએ. આ જિનપૂજાથી ભવ્યજીવો પણ બોધ પામે છે. આ હેતુથી પણ જિન પૂજા કરવી જોઈએ.
અનુમાન પ્રમાણથી પણજિનપૂજા સિદ્ધ થાય છે. પ્રયોગ-જિનપૂજા કરવી જોઈએ. હેતુ- કારણકે જિનપૂજા કરવાથી હરહંમેશ પરિણામની વિશુદ્ધિ થાય છે.
આમ, હે નરવાહન રાજા ! ગુણવિનાના પ્રતિમાજી અવંદનીય છે તેવું તારું કહેવું સંગત નથી.
બીજા પ્રશ્નનો પ્રત્યુત્તર :
વળી, તું કહે છે કે શૌચ વિનાના સાધુઓને વાંદવાથી શું? તે પણ બરાબર નથી. સાધુઓ સદા પવિત્ર છે. કહ્યું છે. શુદ્ધમવયપાતળો શુદ્ધાવીરા સુર્વમવેરાયા
વજ્યકુમાર સિળ સુરૂ સયા નેયા છે સાધુ ભગવંતોના મન વચન અને કાયા શુદ્ધ હોય છે. તેઓ શુદ્ધ આચારના ધારક હોય છે. અત્યંત શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતવાળા છે. દુઃખે કરીને જમી શકાય એવી ઈન્દ્રિયોને તેમણે જીતી લીધી છે. આવા સાધુ ભગવંત હંમેશા પવિત્ર છે. વ્યાસઋષિએ પણ કહ્યું છે :
चित्तं क्षमादिभिः शुद्धं, वचनं सत्यभाषणैः ।
ब्रह्मचर्यादिभिः कायः, शुद्धो गङ्गां विनाप्यसौ ॥ જેમનું મન ક્ષમા આદિ દ્વારા શુદ્ધ છે, મુખ સત્ય બોલવા દ્વારા શુદ્ધ છે અને શરીર બ્રહ્મચર્ય આદિ દ્વારા શુદ્ધ છે. ગંગામાં સ્નાન કર્યા વિના પણ એમની કાયા શુદ્ધ છે.
चित्तं रागादिभिः किलष्टमलिकवचनैर्मुखम् ।
जीवाहिंसादिभिः कायो गङ्गाप्यस्य पराडमुखी ॥ જેમનું મન રાગ આદિથી કલુષિત થયેલું છે, મુખ અસત્ય વચનોથી કલુષિત થયેલું છે અને કાયા જીવહિંસા આદિથી કલુષિત થયેલી છે તેને ગંગા પણ શુદ્ધ કરી શકતી નથી.
न शरीरमलत्यागात् नरो भवति निर्मलः ।
मानसैस्तु मलैर्मुक्तो, भवत्येव हि निर्मलः ॥ શરીરના મેલનો ત્યાગ કરવાથી મનુષ્ય નિર્મળ બનતો નથી, પરંતુ મનનો મેલ દૂર કરવાથી જ નિર્મળ થવાય છે.
विषयेषु भृशं रागो, मानसं मलमुच्यते । विरागो हि पुनस्तेषु निर्मलत्वमुदाहृतम् ॥