________________
૧૮ ૨
श्री सङ्घाचार भाष्यम् चिइवंदणमुणिवंदण पत्थणरूवं तु पज्जते ॥ ચૈત્યવંદનમાં પ્રણિધાન કરવામાં આવે તો ધર્મધ્યાનની વૃદ્ધિ થાય છે. જિનેશ્વર પ્રભુ આદિના ગુણો હૃદયમાં સ્કુરાયમાન થાય છે અને શુભ ભાવો વિકસતા જાય છે.
આ પ્રણિધાનના ત્રણ પ્રકાર છે મન વચન કાયાની એકાગ્રતા, રાગ દ્વેષનો અભાવ અને ચૈત્યવંદનથી ભિન્ન વિષયમાં એકાગ્ર ન બનવું.
આ ત્રણ પ્રકારનું પ્રણિધાન ચૈત્યવંદન કરનારે શરૂઆતથી જ કરવાનું હોય છે. ચૈત્યવંદન મુનિવંદન અને પ્રાર્થના સ્વરૂપ ત્રણ પ્રકારનું પ્રણિધાન તો ચૈત્યવંદનને અંતે કરવાનું હોય છે.”
નરવાહન રાજાના ત્રણ પ્રશ્નો :
નરવાહન રાજાએ આચાર્ય ભગવંત સુવ્રત સૂરિની દેશના સાંભળીને પ્રશ્ન કર્યો, મહારાજ ! ગુણ વિનાની અને આપણી બુદ્ધિની કલ્પનાથી સ્થાપિત કરેલ આ પ્રતિમાઓમાં નમસ્કાર કરવા જેવું શું છે? શરીરની શુદ્ધિ વિનાના, ગમે ત્યાં ભટકતા રહેનારા અને ભીખ દ્વારા પોતાની ઉદરપૂર્તિ કરતા આ સાધુઓને નમીને શું કરવાનું?
વળી, આ જિનક્યારેય પ્રસન્ન થવાના નથી તો પછી તેમને પ્રાર્થના કરવાથી શું ફળ મળવાનું છે? પંડિત પુરુષો ક્યારેય નિષ્ફળ ભક્તિ કરતા નથી.”
પ્રથમ પ્રશ્નનો પ્રત્યુતર :
“હે નરેન્દ્ર ! સાંભળ, તું કહે છે કે પ્રતિમા ગુણ વિનાની છે, તે બરાબર નથી. કારણ કે, પ્રભુની પ્રતિમામાં જિનેશ્વરના અનંતા ગુણોની સ્થાપના કરી પ્રભુનું ધ્યાન કરવામાં આવે છે અને નમસ્કાર કરાય છે.”
પ્રભુની પ્રતિમામાં ગુણોની સ્થાપના કરવાથી રુપસ્થ ધ્યાન અને પિંડસ્થ ધ્યાન આ બે ધ્યાન કરવાનો અવસર મળે છે. રુપસ્થધ્યાનઃ વvrવિપ્રતિમા સ્થિતમાં યથાસ્થિત પત્ |
सत्प्रातिहार्यशोभं यत् तद्ध्यानमिह रूपस्थम् ॥ પ્રભુના વર્ણ પ્રમાણેની બનાવેલી સોનાની પ્રતિમામાં પ્રભુના રુપને જોવું, પ્રભુની પ્રતિમાના પરિકર માં રહેલાં પ્રાતિહાર્યોની શોભાને જોવી અને ધ્યાન ધરવું તે રુપસ્થ ધ્યાન છે. પિંડસ્થ ધ્યાનઃ પ્રતિમવિપુ રેલ્શ યથાસ્થમૂર્તિ નિનામના
___ तद्पं चात्मानं यद् ध्यायेत् तदिह रूपस्थम् ॥ પ્રભુની કાયાના વર્ણઆદિનું, મૂર્તિના સ્વરૂપ પ્રમાણે જિનાદિકનું તથા પ્રભુના સ્વરૂપવાળો પોતાનો આત્મા છે એવું મનથી ચિંતવવું તે રુપસ્થ ધ્યાન છે.
રાજન ! પ્રભુની પ્રતિમામાં ગુણોનું સ્થાપન મનથી કરવાનું છે, આમ આપણા મનનો સંકલ્પ જ સર્વત્ર કાર્ય કરનારો થાય છે. આ મનનો સંકલ્પ ક્ષણ વારમાં સાતમી