________________
૧૮૦
श्री सङ्घाचार भाष्यम्
वसु । अथे विस तहा दिट्टंतो छिन्नजालाए ॥
ચૈત્યવંદન કરતી વખતે મુખ ઉપર મુહપત્તિ રાખવી, મુદ્રા કરવી આદિ ક્રિયાઓ, ચૈત્યવંદનના પદો, અક્ષરો, અર્થ, ચૈત્યવંદનના વિષય ભૂત ભાવ અરિહંત આદિ અથવા જેમની સન્મુખ ચૈત્યવંદન કરીએ છીએ તે જિનેશ્વર પ્રભુની પ્રતિમા તથા પ્રાર્થના સ્વરૂપ જયવીરાય સૂત્રમાં પ્રણિધાન કરવું. આ પ્રણિધાનમાં છિન્નજાલાવાળા અગ્નિ (ઉંબાડીયા)નું દૃષ્ટાંત છે.
પ્રણિધાનમાં ઉંબાડીયાનું દૃષ્ટાંત :
શિષ્ય : ચૈત્યવંદનના અવસરે વર્ણ અર્થ આલંબન આદિમાં એક સમયમાં એક સાથે ઉપયોગ કેવી રીતે રહે ? ‘જુગવં દો નથિ ઉવઓગા’ કેવલિ પ્રભુને પણ એક સાથે બે ઉપયોગ નથી હોતા તો પછી આપણને વર્ણ આદિમાં એક સાથે ઉપયોગમાં કેવી રીતે હોય?
આચાર્ય ભગવંત : સૂત્રોના અક્ષર આદિમાં ઉપયોગ ક્રમશઃ હોય છે તથા પૃથક્ પૃથક્ હોય છે, છતાં ચિત્ત અત્યંત ઝડપથી ફ૨તું હોવાથી આ ઉપયોગ ક્રમશઃ છે એવું જણાતું નથી. અહીંયા ઉંબાડીયાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. જેમ છિન્ન જાળાવાળું ઉંબાડીયું અત્યંત ઝડપથી ભમાવવામાં આવે ત્યારે અગ્નિ ચક્રના આકારની જેમ ગોળ લાગે છે. અર્થાત્ વર્તુળાકારે દેખાતાં અગ્નિમાં અગ્નિની જાળા તો છેદાયેલી છે છતાં અગ્નિ વર્તુળમાં પૂર્ણ દેખાય છે.
અથવા આ તારા પ્રશ્નનું બીજું પણ સમાધાન છે, જેમ કેવળજ્ઞાનીનો ઉપયોગ સમસ્ત જ્ઞેય પદાર્થનું એક સાથે જ્ઞાન કરે છે તે રીતે ઘણી ક્રિયાઓ એક વિષયવાળી હોય તો છદ્મસ્થને પણ એક સાથે તેને ઉપયોગમાં હોય છે.
આગમમાં પણ કહ્યું છે : એકી સાથે જુદા જુદા વિષયવાળી બે ક્રિયાઓનો નિષેધ છે પણ એક સાથે એક જ વિષયમાં બે ક્રિયાઓનો નિષેધ નથી, કારણકે ભાંગાવાળા સૂત્રમાં મન, વચન અને કાયા આ ત્રણે યોગ નો વ્યાપાર એક સમયે એક સાથે જ કહેલો છે. જેમ કે ભાંગાનો મનથી વિચાર કરે છે, વચનથી બોલે છે અને કાયાથી લખે છે. અહીંયા ભાંગાનો વિષય એક જ છે, તેથી મનની વિચારવાની ક્રિયા, વચનથી બોલવાની ક્રિયા અને કાયાથી ભાંગા લખવાની ક્રિયા આ ત્રણે ક્રિયા જુદી પણ એક સાથે થઈ શકે છે.
તે પ્રમાણે ચૈત્યવંદનની ક્રિયા એક છે તેથી વર્ણો બોલવા, અર્થ વિચારવો અને પ્રભુની પ્રતિમા જોવી એ વચન મન અને કાયાની ક્રિયા ભિન્ન હોવા છતાં પણ એક સાથે થઈ શકે છે.
આ સમસ્ત ચૈત્યવંદનમાં મન વચન કાયાનું પ્રણિધાન નરવાહન નરેન્દ્રની જેમ કરવું જોઈએ.