________________
૧૭૮
श्री सङ्घाचार भाष्यम् શ્રમણ કે માહણની હીલના કરવી, નિંદા ખિસા ગર્તા કે અવજ્ઞા કરવી, અમનોજ્ઞ તથા અપ્રીતિ ઉપજાવે તેવા અશન પાન ખાદિમ સ્વાદિમ વહોરાવવા આ ત્રણ સ્થાનો સેવવાથી . અશુભ અને દીર્ઘ આયુષ્યવાળા કર્મનો બંધ થાય છે.
હીલના આદિના અર્થમાં ભેદ : જાતિ આદિથી કરાતી નિંદાને હીલના કહેવાય, મન વડે કરાય તો નિંદા કહેવાય, પરોક્ષમાં કરવામાં આવે તો ખિસા કહેવાય અને પરાભવ કરવામાં આવે તો અવજ્ઞા કહેવાય છે.
હે ભવ્યજીવો ! દુષ્કર્મરૂપી લતાને છેદનાર ધર્મરુચિ અણગારના આ ચરિત્રને સાંભળીને બંધન વિનાના સુખને માટે તંદ્રા-આળસનો ત્યાગ કરી શાસ્ત્રોક્ત મુદ્રા પ્રમાણે ચૈત્યવંદન કરવું.
ઈતિ મુદ્રાન્નિકમાં ધર્મરુચિ અને દ્રૌપદીનો સંબંધ સંપૂર્ણ નવમું મુદ્રાત્રિક કહ્યું. હવે ત્રિવિધ પ્રણિધાન નામના દશમા ત્રિકને નીચે કહેવાતી ગાથાના આદ્ય ત્રણ પાદથી કહેવામાં આવે છે.
દશમું પ્રણિધાનત્રિક :
पणिहाणतिगं चेइयमुणिवंदणपत्थणासरुवं वा । मणवयकाएगत्ते - गाथा - १९
पूर्वार्ध
ગાથાર્થ : પ્રણિધાનનાં ત્રણ પ્રકાર છે. (૧) ચૈત્યવંદન (૨) મુનિવંદન (૩) પ્રાર્થના સ્વરૂપ, અથવા પ્રણિધાનના બીજા પણ ત્રણ પ્રકાર છે (૧)-મનની એકાગ્રતા (૨) વચનની એકાગ્રતા (૩) કાયાની એકાગ્રતા
ટીકાર્યં : મુક્તાશક્તિમુદ્રા દ્વારા જે ચૈત્યવંદનાદિ કરવામાં આવે છે તેને પ્રણિધાન કહેવામાં આવે છે. આ પ્રણિધાન ગાથામાં બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારનું છે. ગાથામાં ચેઈયમુણિ વંદણ - અહીં આપેલ વંદણ શબ્દ ચૈત્યની સાથે પણ જોડવાનો છે. ચૈત્યવંદન સ્વરૂપ પ્રથમ પ્રણિધાન જાવંતિ ચેઈઆઈ સૂત્રથી, મુનિવંદન સ્વરૂપ બીજું પ્રણિધાન જાવંત કેવિ સાહૂ સૂત્રથી અને પ્રાર્થના સ્વરૂપ ત્રીજું પ્રણિધાન જય વીયરાય સૂત્રથી કરવાનું હોય છે.
બૃહદ્ભાષ્યમાં કહ્યું છે :
अन्नंपि तिप्पयारं वंदणपेरंतभावि पणिहाणं ।
जंकि संपन्ना उकसा वंदणा होइ ॥
चेइयगय १ साहुगय २ नेयव्वं तत्थ पत्थणारूवं ।
યસ પુળ સર્વ સવિસેસ વૃત્તિ વુચ્છામિ ॥ ( ચે.મ.૨૨-૨૫૪) ચૈત્યવંદનના અંતમાં કરાતું બીજું પણ ત્રણ પ્રકારનું પ્રણિધાન છે. આ પ્રણિધાન કરવામાં આવે તો જ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના સંપૂર્ણ થાય છે. ચૈત્ય સંબંધી સાધુ સંબંધી અને પ્રાર્થના સ્વરૂપ આ પ્રણિધાનના ત્રણ પ્રકાર છે. આ પ્રણિધાનનું સ્વરૂપ વિશેષથી