________________
श्री सङ्घाचार भाष्यम्
૧૭૯ આગળ કહેવામાં આવશે.
શંકાઃ બૃહભાષ્યમાં ‘મન્નપતિપ્રથા વંતિમવિ'ત્રણ પ્રકારનું પ્રણિધાન ચૈત્યવંદનને અંતે કરવામાં આવે છે. અર્થાત્ જાવંતિ, જાવંત અને જય વયરાય સૂત્ર દ્વારા કરાતા ચૈત્યવંદન, મુનિવંદન અને પ્રાર્થના સ્વરૂપ પ્રણિધાન ચૈત્યવંદનને અંતે કરવામાં આવે છે તો પછી અન્ય ચૈત્યવંદન પ્રણિધાન વિનાના બની જશે.
સમાધાન : પ્રણિધાનનાં બીજા પણ ત્રણ પ્રકાર છે જેથી શેષ ચૈત્યવંદનમાં પ્રણિધાનના અભાવની આપત્તિ નહિ આવે. ચૈત્યવંદન ભાષ્યની મૂળગાથામાં વા શબ્દ મૂકી પ્રણિધાનના અન્ય પણ ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. (૧) મનની એકાગ્રતા (૨) વચનની એકાગ્રતા (૩) કાયાની એકાગ્રતા. આ પ્રકારનું પ્રણિધાન તો આખાંય ચૈત્યવંદનમાં કરવાનું છે.
પ્રણિધાનનો અર્થ:પ્રણિધાન એટલે મન વચન કાયાની એકાગ્રતા. પ્રણિધાન એટલે અકુશળ મન વચન કાયાને અટકાવવા. પ્રણિધાન એટલે રાગદ્વેષના અભાવ રૂ૫ સમાધિમાં આવવું અને પ્રણિધાન એટલે ચૈત્યવંદન વિનાના કોઈપણ ઉપયોગનો ત્યાગ કરવો અર્થાત્ પ્રભુના વંદનમાં એકાકાર બનવું. કહ્યું પણ છે, રૂપfહાઇ તિવિર્દ વિરૂાયા | વં સમાઈ
रागदोसाभावो उवओगित्तं न अन्नत्थ ॥ एवं पुण तिविहंपि हु वंदंतेणाइओ हु कायव्वं ।
चिइवंदणमुणिवंदणपत्थणरूवं तु पज्जते ॥ મન, વચન, કાયાની એકાગ્રતા, રાગદ્વેષનો અભાવ અને અન્ય સ્થાને ઉપયોગ ન રાખવો આ ત્રણ પ્રકારનું પ્રણિધાન ચૈત્યવંદનના પ્રારંભથીજ કરવાનું હોય છે. ચૈત્યવંદન, મુનિવંદન અને પ્રાર્થના સ્વરૂપ આ ત્રણ પ્રકારનું બીજુંપ્રણિધાન ચૈત્યવંદનના પર્યત ભાગમાં કરવાનું છે.
ભાષ્યમાં પ્રણિધાનની વિચારણા :
મનઃપ્રણિધાનઃ ચૈત્યવંદનમાં કોઈપણ પ્રકારના બીજા કાર્યનો વિચાર પણ ન કરવો, આર્તરૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો અને સૂત્રના અર્થ અને આલંબન રૂપ પ્રતિમાજીમાં એકાગ્ર થવું તેને મનઃ પ્રણિધાન કહેવામાં આવે છે.
વચન પ્રણિધાન : વિકથા અને વિવાદનો ત્યાગ કરવો. મુંગા મુંગા પણ ન બોલવું અને મોટા શબ્દ પણ ન બોલવું. પદચ્છેદ કરવા પૂર્વક ચૈત્યવંદનના સૂત્રો બોલવા.
કાચાપ્રણિધાન : ચૈત્યવંદનમાં ઊઠવા બેસવાની ક્રિયામાં ભૂમિને જોવાની અને પૂંજવાની ક્રિયા કરવી અને ચૈત્યવંદન સિવાયની કોઈપણ ક્રિયાનો ત્યાગ કરવો.
વંદનપંચાશકમાં પણ કહ્યું છે: સવ્યસ્થવિહા તપરિયામિUT