Book Title: Sanghachar Bhashyam Part 01
Author(s): Devendrasuri, Rajpadmavijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 207
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૭૭ લવિવરણમાં વિવરણ કરવામાં આવ્યું છે - દ્રોપદીએ વિધિપૂર્વક પ્રણામ કરીને પ્રણિપાત દંડકનો પાઠ કર્યો. નમુત્થણે અરિહંતાણે. નમો જિણાણે જિયભયાણ. વંદન અને નમસ્કારનો અર્થ - અવિરતિને સંપૂર્ણ ચૈત્યવંદન અસંભવ દ્રોપદીએ જિનપ્રતિમાને વંદન તથા નમસ્કાર કર્યા. અહીં વૃદ્ધ પુરુષોએ વંદન તથા નમસ્કારનો અર્થ આ પ્રમાણે કર્યો છે. પ્રસિદ્ધ ચૈત્યવંદન વિધિ દ્વારા પ્રણામ કરવા તેને વંદન કહેવાય છે અને પ્રણિધાન કરવું તેને નમસ્કાર કહેવાય છે. દ્રૌપદીએ પ્રભુની પ્રતિમાને વંદન નમસ્કાર કર્યો છે તેથી અર્થ એ થયો કે અવિરતને સામાન્ય ચૈત્યવંદન સંભવે છે. આની સિદ્ધિ કરવા માટે વંદઈ-નમંસઈ પદમાં કેટલાક આચાર્ય ભગવંતોએ નીચે પ્રમાણે અર્થ કર્યો છે. આમ, તો પ્રસિદ્ધ ચૈત્યવંદન વિરતિધારીઓને જ હોય છે, કારણકે અવિરતિને ઠાણેણં મોણેણં ઝાણેણં ના અભ્યપગમ સ્વીકાર પૂર્વક કાઉસ્સગ્ન સંભવતો નથી. આ અવિરતિ જીવો કોઈપણ વસ્તુનો સાચો ત્યાગ નથી કરી શકતા. . આથી, અવિરતિઓને કાઉસ્સગ્ન સુધીની સંપૂર્ણ ચૈત્યવંદનવિધિનથી સંભવતી. આ અવિરત જીવોને સામાન્યથી વંદન સંભવે છે અને પ્રભુ પરની અત્યંત પ્રીતિ જાગૃત થવાથી જે પ્રણામ કરે છે તે નમસ્કાર પણ સંભવે છે. આમ, અહીંએસિદ્ધ થાય છે કે અવિરતિને નમુત્થણ પાઠ કરવા સ્વરૂપ સામાન્ય વંદન સંભવે છે પણ કાઉસ્સગ્ગ સહિતનું સંપૂર્ણ ચૈત્યવંદન સંભવતું નથી. તત્ત્વ તુ વત્ની ચં આ વિષયમાં શું તત્ત્વ છે એ તો પરમઋષિ સમા કેવલી ભગવંતો જાણે છે. દ્રૌપદી સમ્યકત્વી હતી, આથી તેણે નારદને અસંયત અને અવિરત જાણી વંદન ન કર્યું. નારદે ક્રોધે ભરાઈને નારદવેડા કર્યા અને દ્રોપદીનું અપરકંકામાં અપહરણ થયું, એ છટ્ટા અંગથી જાણવુ. દ્રૌપદીની કુક્ષિએ જ્યારે પાંડુસેનનો જન્મ થયો ત્યારબાદ દ્રૌપદીએ સંયમનો સ્વીકાર કર્યો. શત્રુંજય ઉપર જઈ અણસણનો સ્વીકાર કર્યો. કાળ કરી લાંતક દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવને મહાવિદેહમાં સિદ્ધિગતિને પામશે. ધર્મચિની કથાનો ઉપનય જેમ ધર્મરુચિ અણગારે પોતાના પ્રાણનો પણ ત્યાગ કરીને બીજા જીવોના પ્રાણોની રક્ષા કરી હતી તેમ સદાને માટે પ્રથમ બીજા જીવોની રક્ષા કરવી જોઈએ, તથા જે મરણાંત કાળે પણ પોતે ગ્રહણ કરેલા નિયમનું મનથી પણ ખંડન કરતો નથી તે ધર્મરુચિની જેમ સ્વર્ગાદિને પ્રાપ્ત કરે છે. સુપાત્રને વિશે ભક્તિ વિના અમનોજ્ઞ પદાર્થ આપવાથી અનર્થ માટે થાય છે. જેમ નાગશ્રીએ ધર્મરુચિને કડવું તુંબડું વહોરાવીને તેનો સંસાર લંબાવી દીધો. શ્રી ભગવતી સૂત્ર ઃ જીવો ત્રણ સ્થાનદ્વારા અશુભ અને દીર્ઘ આયુષ્યવાળા કર્મને બાંધે છે. (૧) જીવોનો વધ કરવો (૨) મૃષાવાદ કરવો અને (૩) તેવા પ્રકારના

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254