________________
श्री सङ्घाचार भाष्यम्
૧૭૫ અને તર્જના કરવા લાગ્યા. આ રીતે કરીને તેઓએ નાગશ્રીને ઘરની બહાર કાઢી મૂકી. નાગશ્રી ત્રિકોણ રસ્તે ત્રણ રસ્તે, ચાર રસ્તે, ચોકમાં, ચાર દ્વારવાળા મહામાર્ગમાં, ભટકવા લાગી, પણ તેને ક્યાંય સ્થાન ન મળ્યું કે ન આવાસ મળ્યો. જ્યાં જાય ત્યાં કોઈ એને જાતિથી હીલના કરવા લાગ્યા, કોઈ મનથી નિંદા કરવા લાગ્યા, કોઈ પરોક્ષમાં ખિસા (નિંદા) કરવા લાગ્યા, કોઈ લોકોની સમક્ષ જ ગહ કરવા લાગ્યા, કોઈ આંગળીથી બતાવીને તર્જના કરવા લાગ્યા અને કોઈ દંડ આદિથી હણવા લાગ્યા. નગરના નરનારીઓના વૃંદથી ધિક્કારાતી નાગશ્રીનું માથું મારને કારણે ઘણું ફૂટી ગયું હતું. રીંછની જેમ તેના શરીરે માખીઓના ઝુંડ ચોંટી ગયા હતાં. નાનકડા ટૂકડાથી તેને પોતાનું શરીર ઓઢ્યું હતું. નાનકડી ઘડાની ઠીકરી હાથમાં ગ્રહણ કરીને પોતાની ભૂખ ભાંગવા માટે એક ઘરેથી બીજા ઘરે ભટકવા લાગી. આ ભવમાં જ નાગશ્રી નારકી જેવા ભયંકર દુઃખોને સહન કરવા લાગી. આ પ્રમાણે શારીરિક - માનસિક દુઃખોના સાગરમાં ડુબેલી બ્રાહ્મણીને દાજ્યા ઉપર દામ જેવા સોળ રોગો એના શરીરમાં ઉત્પન્ન થયાં. ખાંસી, શ્વાસ, જ્વર, દાહ, પેટનું શૂળ, ભગંદર, મસા, અજીર્ણ, આંખ આવવી, આંખમાં શૂળ, અરુચિ, ખણજ, જળોદર, મસ્તકની વેદના, કર્ણપીડા અને કુષ્ટરોગ આ રોગોથી તેના પ્રાણ જાણે ડરી ગયા હોય તેમ તેના દેહને છોડીને ચાલ્યાં ગયાં. આર્તરૌદ્ર ધ્યાનનું ધ્યાન કરતી નાગશ્રી મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં ૨૨ સાગરોપમની સ્થિતિવાળી નારકી તરીકે ઉત્પન્ન થઈ. ત્યાં ભયંકર દુઃખોને સહન કર્યા બાદ માછલીનો ભવ મળ્યો. ત્યાં શસ્ત્રોથી હણાયેલી માછલીએ સાતમી નરકમાં જન્મ લીધો. ત્યારપછી ફરી માછલીનો ભવ અને છટ્ટી નરકમાં ઉત્પન્ન થઈ આ પ્રમાણે સાતે નરકમાં બે બે વખત ઉત્પન્ન થઈ. ગોશાળાની જેમ અનંતકાળ સુધી ભવસાગરમાં તે ભટકતી રહી. દરેક ભવોમાં શસ્ત્ર અને અગ્નિ દ્વારા મૃત્યુ પામીને લાંબા કાળ સુધી ચારગતિવાળા સંસારરૂપી વનમાં રખડતી રહી.
ઘણા પરિભ્રમણને અંતે નાગશ્રી બ્રાહ્મણીનો જીવ સુકુમાલિકાના ભાવમાં આવ્યો. ચંપાનામની નગરીમાં સાગરદત્ત નામના શેઠ છે અને ભદ્રા તેમની પ્રિયા છે. ભદ્રાની કુક્ષિએ નાગશ્રીનો જીવ આવ્યો. જન્મ થતાં તેનું નામ સુકુમાલિકા પાડવામાં આવ્યું. જન્મતાની સાથે જ પૂર્વકર્મને કારણે તે ઘણી જ કમભાગી હતી. જિનદત્તના પુત્ર સાગર સાથે સુકુમાલિકાના લગ્ન કરી સાગરને ઘરજમાઈ બનાવ્યો. સાગરે સુકુમાલિકાના હાથ આદિનો સ્પર્શ કરતા અગ્નિ કરતા પણ વધુ ગરમ સ્પર્શ જાણ્યો. આથી સાગરે પરણીને તરત જ સુકુમાલિકાનો ત્યાગ કર્યો. સાગરદત્તે સાગરના પિતા જિનદત્તને આ વાત કરી. જિનદત્તે પુત્રને પૂછ્યું, “વત્સ! સુકુમાલિકા નિર્દોષ છે અને પતિવ્રતા છે, તો પછી તે શા માટે તેનો ત્યાગ કર્યો?”
“પિતાજી! હું મરી જવા તૈયાર છું, પણ ત્યાં તો હવે હું જઈશ જ નહિ.” સાગરે