________________
૧૭૪
श्री सङ्घाचार भाष्यम् અભ્યાખ્યાન પૈશુન્ય અરતિ રતિ પર પરિવાર માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્યનો સર્વથી માવજજીવ હું ત્યાગ કરું છું. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આ ચાર પ્રકારના આહારનો પણ હું સર્વથા ત્યાગ કરું છું.
આ ઈષ્ટ, પ્રિય, કાંત, મનોજ્ઞ, મનોહર, વિશ્વસનીય, સંમત, બહુમત, અનુમત, પાત્રના કરંડીયા સમાન, રત્નના કરંડીયા સમાન અને ઉપધિની જેમ સુરક્ષિત રખાયેલા શરીરને ઠંડી, ગરમી, ભૂખ, તરસ, બાળા, ચોર, દંશમશક, વાત, પિત્ત, શ્લેષ્મ, સંનિપાત આદિ વિવિધ રોગો આતંકો પરિષહો કે ઉપસર્ગોન સ્પર્શે એ પ્રમાણે બોલીને અંતિમ ઉચ્છવાસ અને વિશ્વાસે પણ આ શરીરને હું વોસરાવું છું. ધર્મરુચિ અણગારે આ પ્રમાણે શરીરને વસીરાવીને આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામ્યાં.
ધર્મરુચિ અણગાર હજી સુધી તુંબડું પરઠવીને આવ્યા નહિ. તેમને ગયે ઘણો સમય થઈ ગયો હોવાથી ગુરુદેવે તેમની તપાસ કરવા માટે સાધુ ભગવંતોને મોકલ્યાં. ધર્મરુચિ કાળધર્મ પામ્યા છે એમ જાણીને તેઓએ આવીને ગુરૂદેવને કહ્યું, તેમને પૂર્વગત શ્રુતમાં ઉપયોગ મૂકીને તેમણે શ્રમણ સંઘને એકઠો કર્યો. સઘળો વૃત્તાંત સંઘની સમક્ષ કહ્યો. તેમના વૃત્તાંતને કહીને ધર્મચિની ગતિ કહી, “હે આર્યા આ મમત્વ વિનાના, શત્રુમિત્રમાં સમાન ચિત્તવાળા, બીજાની નિંદાથી વિરામ પામેલા, તત્વના જાણકાર મહાસત્ત્વશાળી, જિનવચનના અનુરાગી અને દયામાં એક રસવાળા ધર્મરુચિ કાળ કરીને સર્વાર્થસિદ્ધ દેવલોકમાં ઉત્પન્ન થયાં છે. ત્યાંથી ચ્યવને મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષ પામશે. મુનિઓ!નાગશ્રીએ તો આવુ કૃત્ય કર્યું પણ બીજુ કોઈ આવું કૃત્ય ન કરે એટલા માટે તમે નગરમાં જાવ અને માણસોની સામે આ પ્રમાણે બોલો કે અરેરે! આ નાગશ્રી બ્રાહ્મણીએ ઘણું ખરાબ કામ કર્યું છે. આ નાગશ્રીએ કડવી તુંબડી વહોરાવીને મહાત્માને મારી નાખ્યા છે.
મુનિ મહાત્માઓએ આ વાત જનસમક્ષ કરી. નાગશ્રીના પતિ અને તેમના બંને ભાઈઓ લોકોના મોઢેથી આ વાત સાંભળી તરત જ ઘણા રોપાયમાન થયા. રોષ તથા કોપથી ભયંકર આકારને ધારણ કરતા તેઓ નાગશ્રી પાસે આવ્યાં. તેમણે નાગશ્રીને કહ્યું, “નાગશ્રી! તું મૃત્યુની ઈચ્છા કરવાવાળી છે, દુષ્ટ - અશુભ લક્ષણવાળી છે, નિકૃષ્ટ કૃષ્ણા ચૌદશે જન્મેલી (ચૌદસીયણ) છે તથા શોભા, લજ્જા અને ધીરજવિનાની છે. તને ધિક્કાર થાવ, તારા જેવી અન્યા, પાપિણી, કુભાગણી અને લીંબોળી જેવી કડવી સ્ત્રીએ મહાતપસ્વી સાધુને માસખમણને પારણે કડવી તુંબડી વહોરાવીને મારી નાખ્યા. તેથી હે કુલને કલંકિત કરનારી સ્ત્રી! તું મરી જા, ઘરમાંથી બહાર નીકળ, વસ્ત્રોને છોડી દે. આનું ફળ તને મળવાનું છે.'
આ પ્રમાણે બોલીને તેઓ બ્રાહ્મણીને મારવા લાગ્યા. આક્રોશ કરવા લાગ્યા, ગાળો દેવા લાગ્યા, ભત્ન કરવા લાગ્યા, ધમકાવવા લાગ્યા, તાડના કરવા લાગ્યા