________________
૫૪
श्री सङ्घाचार भाष्यम् હુરૈવતગિરિ પર્વત ઉપર ગયો. સુમતિ કેવલીના દર્શન કર્યા અને ત્યાં કેવલી ભગવંતની દેશનાનો પ્રારંભ થયો.
ક્રોધ અપ્રીતિને કરે છે, ઉદ્વેગને કરે છે અને સદ્ગતિને દૂર કરે છે. ક્રોધ વેરની પરંપરાને ઊભી કરે છે. શ્રેષ્ઠ ગુણ સમુદાયરૂપી વનને બાળી નાખવામાં અગ્નિ સમાન છે. ક્રોધથી અંધ બનેલા માણસો પુત્ર, મિત્ર, ગુરુ, પત્ની, પિતા અને માતાનો વિનાશ કરે છે અને પોતાનો પણ વિનાશ કરે છે. ક્રોધથી નિર્દય બનેલા શું શું નથી કરતા?
ક્રોધની આગમાં પડેલો માણસ પોતાના જ શરીરને નથી બાળતો, પણ બીજાને પણ એ આગની દાહ લગાડે છે અને પોતાનો પરભવ પણ બગાડે છે.
આ ક્રોધ-દાવાનળને હંમેશને માટે ક્ષમાના પાણીથી ઓલવવો જોઈએ નહી તો આ દાવાનળ દુસહ દુઃખને આપશે. જેવા દુઃખો આ બાળાએ સહન કર્યા છે. કેવળી ભગવંતે મને દેશના સંભળાવી.
પ્રભુ! ક્રોધને કારણે આ બાળાએ કેવા દુઃખો સહન કર્યા છે?” મેં સુમતિ કેવળીને પૂછયું અને કેવળી ભગવંતે આ બાળાનું ચરિત્ર મને કહ્યું,
કૃતમંગલા નગરી છે. ત્યાં ધન શેઠની પુત્રી બાલ્યાવસ્થામાં વૈધવ્યને પામી હતી. જયસુંદરી તેનું નામ હતું. તેના પાંચે ભાઈને જયસુંદરી ઉપર ઘણો જ સ્નેહ હતો, પણ મોટાભાઈની પત્નીને તેની ઉપર સદ્ભાવ ન હતો. આથી માત્સર્યને ધારણ કરતી જયસુંદરીએ મોટાભાઈની સાથે બીજી કન્યાને પરણાવી. આ કન્યા કોઈ પણ કામ કરે છે તો તેના ઉપર પણ દોષ દેવા લાગી અને ખરાબ શબ્દો ઉચ્ચારીને ભાભીને દુઃખી કરવા લાગી. નિર્લજ્જ બનેલી તેની ભાભી પણ હવે જયસુંદરીની સામે બોલવા
લાગી.
જિનાલયમાં પણ તેઓ એકબીજા ઉપર ખોટા આરોપ આપવા લાગ્યા તેમના આ કલહથી બીજાની નિશીહિનો પણ ભંગ થવા લાગ્યો. કહ્યું છે કે- નો રૂ નિસિદ્ધUા નિલહિયાં માવો તફા
अनिसिद्धस्स निसीहिय केवलमित्तं हवइ सद्दो ॥ જે આત્મા પાપથી વિરામ પામેલો છે તેની નિસહિ ભાવથી છે. પાપથી નિવૃત્ત ન થયો હોય અને નિસાહિ બોલે તો તે નિશીહિ શબ્દ માત્ર જ છે.
मिहो कहाउ सव्वाओ, जो वज्जेइ जिणालए।
तस्स निसीहिया होइ, ईई केवलिभासियं ॥ જેઓ જિનાલયમાં બધાજ પ્રકારની કથાનો ત્યાગ કરે છે તેમની જ નિસાહિ સાર્થક છે. આવું કેવલી ભગવંતોનું વચન છે.
એકદિવસ દુર્ગાનમાં ફસાયેલા ભાભી-નણંદ બંને કલહ કરતા હતા અને તેમની ઉપર વીજળી પડી. કાયા ભસ્મીભૂત થઈ જતાં બંને મૃત્યુ પામીને વાઘણ બની.