________________
૧૦૨
श्री सङ्घाचार भाष्यम् છે અને જીવદયા એ જ ધર્મ છે, આવી ભાવનાથી તારા ચિત્તને સદૈવ ભાવિત કરજે. દુઃખના દાવાનળને ઓલવવામાં શ્રેષ્ઠ વૃષ્ટિ સમાન, સઘળી જીવરાશિને મનઃતુષ્ટિ કરનાર પાંચે પરમેષ્ઠી પરમાત્માનું એકાગ્રતા પૂર્વક મંત્રની જેમ સ્મરણ કરજે. કષાય પરવશ થતાં તારાથી જો કોઈ દુષ્પ્રવૃત્તિ થાય તો તરત જ એ અશુભ પ્રવૃત્તિઓને છોડી દેજે. શ્રદ્ધા અને જ્ઞાન ગર્ભિત ભાવનાઓને ભાવજે.
મહાત્માની હિતશિક્ષા સાંભળી હાથી પ્રસન્ન થયો અને મહાત્માને પ્રણામ કરી હાથી જ્યાંથી આવ્યો હતો ત્યાં ચાલ્યો ગયો.
મહાત્માના મુખથી હાથીનું વૃત્તાંત સાંભળી સાર્થજનોએ પોતાના સામર્થ્યને અનુસારે સમ્યક્ત્વ આદિ વ્રતનિયમોનો સ્વીકાર કર્યો.
વૈરાગ્ય વાસિત બનેલો હાથી જયણાપૂર્વક પોતાના સ્થાને પહોંચ્યો. છટ્ટના પારણે હાથી સુકાઈ ગયેલા, પીળા, ૨સ વિનાના, નીચે પડેલા તેમજ કરમાઈ ગયેલા, વૃક્ષના પાનને વાપરે છે અને પારણુ કરે છે. આમ, તે દુષ્કર તપ તપવા લાગ્યો. આતાપના લેવા લાગ્યો. એક દિવસ તે ઉનાળામાં એક તળાવમાં પાણી પીવા માટે ગયો. તળાવમાં પાણી ઓછું હતું અને કાદવ ઘણો હતો. સરોવરમાં તેને પીવા માટે પાણી તો ન મળ્યું પણ તે કાદવમાં ખૂંપવા લાગ્યો. તપથી અશક્ત થઈ ગયેલા હાથીને લાગ્યું કે હવે પોતે આ સરોવરની બહાર નીકળી શકશે નહી, આથી તેણે ચારે આહારનો ત્યાગ કર્યો.
આ બાજુ નાગ બનેલો શ્રીભૂતિ અગ્નિમાં બળી મર્યો અને મરીને કોલવનમાં ચમરી ગાય બન્યો. ચમરીના ભવમાં પણ તે અગ્નિનો ભોગ બન્યો અને સલ્લકી વનમાં કુક્કુટ નામનો સાપ બન્યો. અણસણ કરી ઉભેલા આ હાથી ઉપર કુક્કુટ સાપને ગુસ્સો આવ્યો અને તેણે હાથીના કુંભસ્થળમાં દંશ દીધો. ઝેર વ્યાપી જવાથી તેના સર્વાંગ ઢીલા પડી ગયા. હાથીએ પોતે કરેલા બધા પાપસ્થાનકોને વોસિરાવ્યા. સર્વજીવરાશિને ખમાવી, મારો આત્મા ભિન્ન છે અને મારું શરીર જૂદું છે, આવા શુભધ્યાનને કરવા લાગ્યો. નવકારમંત્રનો જાપ ચાલુ કરી દીધો. અંતે મૃત્યુ પામી શુક્રકલ્પમાં નિલવિમાનમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા દેવ થયો.
આ હાથીના દાંત તથા મુક્તાફળને શૃગાલદત્ત નામના પારધીએ ગ્રહણ કર્યા, આ પારધીને ધનમિત્ર શેઠનો પરિચય હતો તથા તેમના ગુણોના અનુરાગી હોવાથી ધનમિત્રને દાંત તથા મુક્તાફળ આપ્યા. ધનમિત્ર તારો મિત્ર હોવાથી તેણે તે દાંત આદિ તને આપ્યા.
આ દાંત લક્ષણવાળા હોવાથી તે હાથીદાંતને સિંહાસનમાં જડાવ્યા અને મોતીને ચૂડામણિમાં રાખ્યો.
ખરેખર! સંસારનો કેવો સ્વભાવ છે કે જે શોકનું નિમિત્ત છે ત્યાં જ હર્ષ ઉભો થાય છે. પૂર્વજન્મના પિતાના દેહના અવયવોને ભોગવવા એ શોકનું સ્થાન છે છતાં