________________
श्री सङ्घाचार भाष्यम्
૧૬૧ ભગવંતોની જાગરિકા તે અબુદ્ધ જાગરિકા.
જીવાજીવાદિ તત્ત્વોનો જાણકાર શ્રાવકોને સુદક્ષ કહેવાય છે. આવા સુદક્ષ જીવોની જાગરિકા તે સુદક્ષ જાગરિકા છે.
પ્રભુની દેશના સાંભળીને શંખ જેવા મધુરસ્વરવાળા શંખે પ્રભુને પૂછયું, “ભગવંત! ક્રોધ આદિને વશ થયેલો જીવ કેટલા કર્મ બાંધે છે.”
“શંખ! ક્રોધાદિને વશ થયેલો જીવ સાત કે આઠ કર્મ બાંધે છે.”
આગમ : પ્રભુની દેશના બાદ શંખે પ્રભુને વંદન અને નમસ્કાર કર્યા અને પૂછયું, પ્રભુ ક્રોધ પરવશજીવો કયા કર્મોને બાંધે છે? કેવા પ્રકૃષ્ટ કર્મનો બંધ કરે છે? કેવા કર્મ એકઠા કરે છે અને એકઠા કરેલા કર્મોને કેવા પુષ્ટ કરે?
“શંખા ક્રોધ પરવશ જીવ શિથિલબંધને બાંધેલી આયુષ્યને વર્જીને સાતકર્મની પ્રકૃતિને દઢબંધનવાળી કરે છે, જઘન્ય સ્થિતિવાળીને દીર્ઘ સ્થિતિવાળી કરે છે. મંદરસવાળીને તિવ્રરસવાળી કરે છે. અલ્પપ્રદેશવાળીને બહુ પ્રદેશવાળી કરે છે. આયુષ્યકર્મ ક્યારેક બાંધે અને આયુષ્યકર્મ ક્યારેક ન બાંધે. તથા અશાતનાવેદનીય કર્મ તો વારંવાર બાંધે છે. આમ, ક્રોધ પરવશ જીવ અનાદિ, અનંત અને દીર્ઘકાળવાળા ચાર ગતિરૂપ સંસારમાં રખડ્યા કરે છે. માન, માયા અને લોભ વશ પડેલા જીવોની પણ આ જ હાલત થાય છે.” - પ્રભુની આ દેશના સાંભળીને તે શ્રાવકો ભય પામ્યા. તેમનો કદાગ્રહ ચાલ્યો ગયો. તેઓએ શંખને વંદન અને નમસ્કાર કર્યા. અત્યંત વિનયવાન બની શંખ જેવા અત્યંત પવિત્ર શંખની ક્ષમા માંગી. *
ત્યારબાદ પ્રભુને નમસ્કાર કરી ક્ષોભ વિનાનો શંખ પોતાના સ્થાને પાછો ફર્યો અને સ્વસ્થાને આવીને તેણે પોષહ પાર્યો. તે શ્રાવકો પણ પોતપોતાના સ્થાને ગયા. સર્વે ગયા પછી ગૌતમે પ્રભુને પૂછયું કે પ્રભુ આ શંખ દીક્ષાને સ્વીકારશે કે નહિ? ત્યારે પ્રભુએ કહ્યું કે ના તે સંયમ નહિ સ્વીકારે. ફરીથી પ્રભુને ગૌતમસ્વામીએ પૂછ્યું કે તે ક્યારે મોક્ષમાં જશે? ત્યારે પ્રભુએ કહ્યું કે તે ચાર પલ્યોપમની સ્થિતિવાળો સૌધર્મ દેવલોકમાં અરૂણાભ સુર નામના વિમાનમાં દેવ થઈને શંખ અસંખ્ય કર્મો ખપાવીને મહાવિદેહમાં સિદ્ધિપદને પામશે. પુષ્કલી આદિ બીજા શ્રાવકો પણ શુદ્ધઅનુષ્ઠાનને કરીને મોક્ષના સુખને અનુક્રમે અનુભવીને નિર્વાણપદને પામશે.
આ શંખ પુષ્પકલીના દૃષ્ટાંતમાં પુષ્કલીએ શંખશ્રાવકને વંદન કરવા રૂપ નાનું અનુષ્ઠાન પણ ઈરિયાવહિયા કરવા પૂર્વક કર્યું તેમ સામાયિકાદિ કોઈપણ અનુષ્ઠાન ઈરિયાવહિયા કરવા પૂર્વક કરવું. ઈરિયાવહિયા અને એ અનુષ્ઠાનની પૂર્વે ત્રણવાર પગ પ્રમાર્જવાના હોય છે.
આ પ્રમાણે ઈરિયાવહિયાની પૂર્વમાં ત્રણવાર પગ પ્રમાર્જવા આ વિષયને