________________
190
श्री सङ्घाचार भाष्यम् આ એકાંગ તથા ચતુરંગ સ્વરૂપ અર્ધાવનત પ્રણામ પણ યોગમુદ્રાએ સંભવે છે. પંચાંગ પ્રણિપાત તથા શક્રસ્તવ પાઠ યોગમુદ્રાએ
થવાનો હોફ નોળમુદ્દા! - યોગમુદ્રાથી શક્રસ્તવ આદિનો પાઠ કરવાનો હોય છે. તેનો વિધિ આ પ્રમાણે બતાવ્યો છે- સાધુ અથવા શ્રાવકો જિનાલયમાં એકાંત સ્થાને અન્ય કર્તવ્યનો ત્યાગ કરીને સઘળા જીવોને જ્યાં પીડા ન થાય એવી ભૂમિને જોઈને જિનેશ્વર પ્રભુએ પ્રરૂપેલા વિધિના અનુસારે ત્રણવાર પ્રમાર્જીને બંને જાનુઓને સ્થાપીને બે હાથથી યોગમુદ્રા કરીને શક્રસ્તવ દંડકનો પાઠ કરે.
મહાનિશીથ સૂત્રના તૃતીય અધ્યયનમાં પણ કહ્યું છે ઃ ત્રણે ભુવનના એક ગુરુ સમાન જિનેશ્વરની પ્રતિમામાં આંખ અને મનને સ્થાપીને હું ધન્ય છું, હું પુણ્યશાળી છું, એ પ્રમાણે જિનવંદનાથી મારો જન્મ સફળ છે એ પ્રમાણે માનતો કરકમળ દ્વારા અંજલિ રચીને લીલી વનસ્પતિ, બીજ અને જંતુ વિનાની ભૂમિમાં બંને જાનુને સ્થાપી અત્યંત સુવ્યક્ત, ચિરપરિચિત કરેલા, શંકાથી રહિત અને યથાર્થ સૂત્ર અર્થ અને તદુભયને પદે પદે ભાવતો ચૈત્યવંદન કરે. આ ચૈત્યવંદન શક્રસ્તવ આદિવાળું છે.
પર્યંકાસને શક્રસ્તવ બોલવું તે અપવાદિક આચરણા છે. જ્ઞાતાધર્મ કથા આદિમાં ધર્મરુચિ સાધુ આદિના ચરિતાનુવાદમાં કહ્યું છે કે પુરસ્થાભિમુદ્દે સંપત્તિમં નિમન્ને યત્ને- પૂર્વદિશાની સન્મુખ પર્યંકાસનમાં બેસી બે હાથ જોડી આ પાઠમાં ‘પર્યંકાસને બેસી શક્રસ્તવનો પાઠ કર્યો.’ એવો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અશક્તિ આદિના કારણે છે. આ અપવાદિક વિધિ ‘ભૂમિમાં જાનુયુગલ સ્થાપીને ચૈત્યવંદન કરવું તેવી ઉત્કૃષ્ટ વિધિનો બાધક બનતી નથી. તેનું કારણ એ છે આ અપવાદિક વિધિ ચરિતાનુવાદ વિહિત છે તેથી તે ઉત્સવિધિનો બાધક નથી બનતી. કહ્યું પણ છે કે ચરિતાનુવાદમાં કહેલ વિધાન ઉત્સર્ગવિધિના બાધક પણ નથી બનતા તેમજ સાધક પણ નથી બનતા. આ ચિરતાનુવાદનો વિધિ કારણે કરાતો હોવાથી દ્વિતીયપદ અર્થાત્ પવાદિક વિધિમાં સમાવિષ્ટ થઈ જાય છે. તેથી તે ઉત્સર્ગનો સાધક બાધક નથી બનતો. અથવા બુદ્ધિશાળી પુરુષે બીજી પણ કોઈ આમ્નાયના અનુસારે આ અપવાદ ઉત્સર્ગનો બાધક નથી બનતો તેવું સમાધાન કરી લેવું.
વંદણ જિણમુદાએ : અરિહંત ચેઈઆણં આદિ દંડકો દ્વારા જિનેશ્વર પ્રભુને જિનમુદ્રાથી વંદન કરવું. વિઘ્નને જીતનારી આ જિનમુદ્રાથી દ્રૌપદીની જેમ વંદન કરવું. ભગવતી સૂત્ર : ત્યારે રાજાની કન્યા દ્રૌપદીએ ધૂપને પ્રગટાવ્યું, ડાબા ગુડાને ઊંચો કર્યો, યાવત્ બે હાથ જોડી આ પ્રમાણે બોલી, નમુન્થુણં યાવત્ સંપત્તાણું આ સૂત્ર બોલી વંદન કર્યા અને નમસ્કાર કર્યા.
આમ, નમુન્થુણં માં બે જાનુ સ્થાપીને, પર્યંકાસને અથવા ડાબો ગુડો ઊંચો કરીને જમણો ગુડો વાળીને સ્તવપાઠ કરાય છે. આ રીતે નમ્રુત્યુણના પાઠમાં વિવિધ વિધિ