________________
श्री सङ्घाचार भाष्यम्
૧૬૯ મહામાસ:) પૂ. 8 Iઝદા સિદ્ધહેમ શબ્દાનુશાસનથી સ્વી પ્રત્યય આવ્યો છે. આ સૂત્રમાં ધાતુનું ગ્રહણ નથી કર્યુ. ધાતુનું આ જ અગ્રહણ બતાવે છે કે નમસ્કારની ક્રિયા અને સૂત્રપાઠની ક્રિયા બંને ભિન્ન કાળ વાળી છે.
બીજું, ભાલ ઉપર જ હાથ રાખીને સૂત્રપાઠ કરાયતો મુહપત્તિ મોઢા ઉપર નહિ રહેવાથી ધર્મરુચિ આદિ અણગાર ભગવંતોને સાવદ્ય ભાષા પ્રયોગની આપત્તિ આવી જાય. તેથી કરીને અંજલિમુદ્રા સૂત્રપાઠ સમય નથી હોતી.
તથા ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે - હે ભગવાન! દેવરાજા ઈન્દ્ર શું સાવદ્ય ભાષા બોલે કે અનવદ્ય બોલે? હે ગૌતમ! દેવેન્દ્ર સાવદ્ય ભાષા પણ બોલે અને નિરવદ્ય ભાષા પણ બોલે. હે ભંતે! એવું શા માટે કહો છો કે મહારાજા દેવેન્દ્ર સાવદ્ય ભાષા બોલે છે અને અનવદ્ય ભાષા પણ? હે ગૌતમ ! શક્રેન્દ્ર મુખને “સૂક્ષ્મકાય એટલે હાથ કે વસ્ત્ર વડે ઢાંક્યા વિના બોલે તો સાવદ્ય ભાષા છે અને ઢાંકીને બોલે તો નિરવદ્ય ભાષા બોલે છે અને અનવદ્ય ભાષા બોલે છે. આથી કહેવાય છે કે દેવન્દ્ર શુક્ર સાવદ્ય ભાષા પણ બોલે છે અને અનવદ્ય ભાષા પણ બોલે છે. આમ, મુખ ઉપર મુહપત્તિ ન રાખવામાં આવે તો સાવદ્યભાષાની આપત્તિ આવી જ રહે છે.
આમ, અંજલિમુદ્રા કરવાથી સાવદ્યભાષાની આપત્તિ આવતી હોવાથી સૂત્રોચ્ચાર સમયે અંજલિમુદ્રા નથી કરવાની. પરંતુ આ અંજલિમુદ્રા, મુકુટ આદિ મુદ્રાઓ વિનયવિશેષને માટે સૂત્રોચ્ચારની પૂર્વે અથવા પછી કરવામાં આવે છે અને તેથી જ તે મૂળમુદ્રા સ્વરૂપે નથી. આ રીતે અંજલિમુદ્રા આદિ યોગમુદ્રાની જેમ મૂળમુદ્રા સ્વરૂપ ન હોવાથી મુદ્રાત્રિક ની સંખ્યામાં વિરોધ ઊભો થતો નથી. આ વિષયમાં બહુશ્રુત ભગવંતોની પાસેથી અધિક જાણી લેવું. એકાંગ અને ચતુરંગ પ્રણામ પણ યોગમુદ્રાએ કરવો.
જીવાભિગમ આદિ આગમોમાં ચરિતાનુવાદમાં વિજયદેવ આદિએ એકાંગ તથા ચતુરંગ પ્રણામ કરેલો દેખવામાં આવે છે.
માનો, નિપાપવિમા પUTH ડું- જિનેશ્વર પ્રભુના પ્રતિમાજીના દર્શન થતાંની સાથે પ્રણામ કરે છે. વામં નાનું છું વાહિi નાનું ઘરણિતત્રંસિ નિહટ્ટ તિષ્ણુતો મુદ્ધી થાિયનંતિ નિસેફ - ડાબા ગુડાને ઉભો કરે છે અને જમણા ગુડાને ભૂમિમાં વાળે છે, ભૂમિમાં વાળીને મસ્તકને ભૂમિમાં ત્રણ વાર અડાડે છે.
આ પ્રણામ મધ્યમ પ્રણામ સ્વરૂપ છે, તેથી અદ્ધવનત નામના પ્રણામમાં એનો સમાવેશ થઈ જાય છે. આ વિચાર પ્રણામત્રિકની વ્યાખ્યાના અવસરે કરી દેવામાં આવ્યો છે.
સૂક્ષ્મકાય એટલે સૂક્ષ્મકાયના રક્ષણ માટે બોલતી વખતે મુખ પાસે હાથમાં વસ્ત્ર રખાય તે (આગમસદુ કોસો)