________________
श्री सङ्घाचार भाष्यम्
૧૬ ૭ પાયાણં ઉસ્સગ્ગો-અહીંયા ઉત્સર્ગનો અર્થ પરસ્પરના સંસર્ગનો ત્યાગ છે. એટલે જીનમુદ્રામાં બે પગના સંસર્ગનો ત્યાગ કરવાનો છે, બે પગ વચ્ચે આગળમાં ચાર આંગળનું અંતર રાખવાનું અને પાછળ કાંઈક ન્યૂન અંતર રાખવાનું છે. આ જિનમુદ્રાના બે અર્થ છે. કાઉસગ્ગ કરતાજિનની મુદ્રા અથવાજિના એ મુદ્રાનું વિશેષણ છે. જિનાનો અર્થ થાય છે વિદનને જીતનારી. જિનમુદ્રા વિનને જીતનારી મુદ્રા છે.
મુક્તાશુક્તિ મુદ્રા- આ મુદ્રામાં હાથનો આકાર મોતીની છીપ જેવો બનાવવાનો છે. બંને હાથની આંગળીઓ એકબીજાની સામસામે રાખવાની છે. બે ભેગા કરેલા હાથ પણ વચમા પોલા રાખવાના છે. કઈ મુદ્રામાં કયા કયા સૂબો બોલવાના ?
पंचंगो पणिवाओ थयपाढो होइ जोगमुद्दाए।
वंदण जिणमुद्दाए पणिहांणं मुत्तसुत्तीए ॥ १८ ॥ ગાથાર્થ - પંચાગ પ્રણિપાત અને સ્તવપાઠ યોગમુદ્રાએ, વંદન જિનમુદ્રાએ, અને પ્રણિધાન મુક્તાશક્તિ મુદ્રાએ થાય છે.
ટીકાર્ય - જે નમસ્કારમાં જાન આદિ પાંચ અંગો દ્વારા નમસ્કાર કરવામાં આવે છે તેને પંચાગ પ્રણિપાત કહેવામાં આવે છે.
નમુસ્કુર્ણને પ્રણિપાત દંડક કહેવામાં આવે છે, કારણ કે નમુત્થણની આદિમાં અને અંતમાં પ્રણિપાત-પ્રણામ કરવામાં આવે છે. નમુત્થણ માં કરાતા આ પ્રણામ પાંચ અંગથી કરવાના છે.
આચારાંગચૂણિમાં પણ કહ્યું છે. નમંત્તિ ? સિરપંavi Ugi આ પ્રણિપાત પ્રણામ કઈ રીતે કરવો? મસ્તક આદિ પાંચે અંગ નમાવી કાયા દ્વારા આ નમસ્કાર કરવો.
શંકા વાપં નાનું મંફ-કલ્પસૂત્રાદિમાં શક્રેન્દ્ર જ્યારે શકસ્તવ દ્વારા નમસ્કાર કરે છે ત્યારે ડાબા ગુડાને ઊંચો કરે છે અને જમણા ગુડાને વાળે છે એવું જે કહ્યું છે ત્યાં આ પંચાંગ પ્રણિપાત નમસ્કારનો બાધ થશે ને?
સમાધાનઃ વામં ના મંડ્ર- આ રીતે કરાતો પ્રણિપાત નમસ્કાર પ્રભુત્વ આદિ કારણનો આશ્રય લઈને કરાય છે. અર્થાત્ ઈન્દ્રની જે પ્રભુતા છે એ કારણે કરાય છે તેથી તે વિધિ વિધિવાદનો બાધક થતો નથી.
તેમ વાપં નાનું - આ ચરિતાનુવાદમાં છે. ચરિતાનુવાદમાં કરાયેલી વિધિ વિધિમાર્ગનો-મૂળમાર્ગનો બાધક બનતો નથી.
ગાથામાં શસ્તવના પાઠમાં પંચાંગ પ્રણિપાત કરવો તેવું કહ્યું છે એનો અર્થ એવો કરવો કે આ પ્રણિપાત નમસ્કાર પંચાંગી મુદ્રાએ કરવો, કારણકે હમણા અહીં મુદ્રાનો અધિકાર આવે છે. તથા આ પંચાંગી પ્રણિપાતમાં મુદ્રાપણું પણ કહેલું છે.